ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની અંતિમ ટી20 માઉન્ટગુનઇમાં રમાઇ હતી, છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા, અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 156 રન જ બનાવી શકી હતી, આ સાથે જ અંતિમ ટી20માં ન્યૂઝીલેન્ડની ટીમનો 7 રને પરાજય થયો હતો.
ભારત તરફથી પાંચમી ટી20માં કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા, જ્યારે કેએલ રાહુલે 45 રન અને શ્રેયસ અય્યરે 33 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ભારત તરથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ, જ્યારે સૈની અને ઠાકુરને 2-2 વિકેટ મળી હતી.
રૉસ ટેલર અને ટિમ સેઇફર્ટે કિવી ટીમને મેચમાં વાપસી કરાવી હતી. જેમાં રૉસ ટેલરે સૌથી વધુ 53 રનની ઇનિંગ રમી હતી, જોકે, મેચ જીતાડી શક્યો ન હતો. જ્યારે ટિમ સેઇફર્ટે પણ 50 રનની ઇનિંગ રમી હતી. પાંચમી અંતિમ ટી20માં કિવી ટીમની કમાન ટિમ સાઉથીએ સંભાળી હતી પણ જીત અપાવી શક્યો ન હતો.
રોહિતની કેપ્ટન ઈનિંગ
મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 163 રન કર્યા હતા.કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને કેપ્ટનશિપ કરી રહેલો રોહિત શર્મા 41 બોલમાં 60 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. લોકેશ રાહુલે 33 બોલમાં 45 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે 31 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા(કેપ્ટન), લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
શરૂઆતની ચારેય ટી-20 મેચ જીતીને ભારતે શ્રેણીમાં 4-0ની લીડ લીધી છે. ત્રીજી અને ચોથી ટી-20 ટાઇ થયા બાદ સુપર ઓવરમાં ભારત વિજેતા બન્યું હતું.
T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો દેખાવ
પ્રથમ ટી-20: 24 જાન્યુઆરી, ભારતનો 6 વિકેટથી વિજય
બીજી ટી-20: 26 જાન્યુઆરી, ભારતનો 7 વિકેટથી વિજય
ત્રીજી ટી-20: 29 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય
ચોથી ટી-20: 31 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય