ટેસ્ટ ઈતિહાસમાં ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જીત , અફઘાનિસ્તાનને એક ઇનિંગ અને 262 રનથી હરાવ્યું
બેંગલુરુ: અફઘાનિસ્તાન ટીમ માટે પોતાની ઐતિહાસિક ડેબ્યૂ ટેસ્ટ મેચ ખૂબજ ખરાબ સાબિત થઈ. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ બીજા જ દિવસે અફઘાનિસ્તાનને 262 રનથી હરાવી ભારતે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી લીધી છે. એકજ દિવસમાં અફઘાનિસ્તાનની ટીમને બન્ને ઈનિંગ્સમાં ઓલ આઉટ કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જીત સાથે ભારતની ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી છે. આ પહેલા ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ એક ઇનિંગ અને 239 રન અને શ્રીલંકા વિરુદ્ધ ઈનિંગ 239 રનથી જીત મેળવી હતી.
અફઘાનિસ્તાનની ટીમના કેપ્ટન અસગર સ્ટેનિકાજઇે મેચ પહેલા કહ્યું હતું કે, તેમના સ્પીનર ભારતીયોથી વધુ સારા છે, જેનો જવાબ અશ્વિને ચાર વિકેટ લઇને આપ્યો હતો.
ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગમાં અફઘાનિસ્તાન સામે 474 રનોનો વિશાળ સ્કૉર ખડકી દીધો હતો. તેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ પોતાની પહેલી ઇનિંગમાં 109 પર જ ઢેર થઇ ગઇ. ટીમ ઇન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 4 વિકેટ ઝડપી જ્યારે રવિન્દ્ર જાડેજા અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી.
ભારતે પહેલી બેટિંગ કરતાં 6 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં હતા. બીજા દિવસની શરૂઆતમાં ભારતે 104.5 ઓવરમાં 474 રન બનાવીને ઓલ આઉટ થયા છે. બીજા દિવસે ભારત તરફથી હાર્દિક પંડ્યાએ આક્રમક 71 રન બનાવ્યા હતા.
આફઘાનિસ્તાની ટીમઃ મોહમ્મદ શહજાદ, જાવેદ અહમદી, રહમત શાહ, અસગર સ્ટેનિકાજઇ (કેપ્ટન), અફસર જજાઇ (વિકેટ કિપર), મોહમ્મદ નબી, હશમતુલ્લા શાહિદી, રાશિદ ખાન, મુઝીબ ઉર રહેમાન, યામિન અહેમદજાઇ, વફાદાર.
ભારતીય ટીમઃ શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે (કેપ્ટન), લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.
આફઘાનિસ્તાન તરફથી યામીન અહમદજાઇ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે વફાદાર અને રશિદ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મોહમ્મદ નબી અને મઝીબ રહેમાનને 1-1 વિકેટ મળી હતી.
ટીમ ઇન્ડિયા તરફથી પહેલા દિવસે મુરલી વિજય 105, શિખર ધવન 107 અને કે.એલ.રાહુલે 54 રન બનાવ્યાં હતા. મુરલી વિજયની આ 12મી સેન્ચુરી છે. તો ધવને ટેસ્ટ ક્રિકેટમાં 7મી સદી ફટકારી છે. તે ટેસ્ટના પહેલાં દિવસે જ લંચથી પહેલાં સદી બનાવનાર પહેલાં ભારતીય બની ગયા છે. ચેતેશ્વર પુજારા 35 રન બનાવીને આઉટ થયાં હતા
ભારતે મેચની બીજા દિવસે બીજા સેશનમાં માત્ર 38.4 ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમને 103 રન પર આલ આઉટ કરી દીધી હતી. બીજી ઇનિંગમાં હશમતઉલ્લા શાહિદીએ અણનમ 36 રન બનાવ્યા હતા. ભારત તફથી રવિદ્ર જાડેજાએ સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે ત્રણ અને ઇશાંત શર્માએ બે વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -