‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયા’ની 2018ની વન-ડે ટીમના કેપ્ટન તરીકે કોહલીની પસંદગી, અન્ય 3 ભારતીય ક્રિકેટરોને પણ મળ્યું સ્થાન, જાણો વિગત
ભારતમાંથી કોહલી ઉપરાંત રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે 2018નું વર્ષ શાનદાર રહ્યું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલી 2018ના વર્ષની ટીમમાં પણ કોહલીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની કેપ્ટન તરીકે પણ વરણી કરવામાં આવી છે. 30 વર્ષીય કોહલીએ 2018માં 30 વન ડેમાં 133.55ની સરેરાશથી 1200 રન ફટકાર્યા હતા. જેમાં છ સદી અને ત્રણ અડધી સદી પણ સામેલ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી ઇલેવનમાં ભારતના 4, ઈંગ્લેન્ડના 3, વેસ્ટ ઇન્ડિઝ-શ્રીંલકા-અફઘાનિસ્તાન-બાંગ્લાદેશના 1-1 ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટો, જો રૂટ, જોસ બટલર તથા વેસ્ટ ઈન્ડિઝના હેટમાયર, શ્રીલંકાનો થિસારા પરેરા, અફઘાનિસ્તાનનો રાશિદ ખાન, બાંગ્લાદેશનો મુસ્તાફિઝુર રહમાન પસંદ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -