ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરનું થયું એક્સિડન્ટ, યુસુફ પઠાણે આપી માહિતી, જાણો વિગત
ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે 138 મેચમાં 9000થી વધારે રન બનાવ્યા હતા. 12 સીઝન સુધી બરોડો માટે રમ્યા બાદ 2002-03માં તે રેલવે તરફથી રમતા હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે અંતિમ મેચ 2009માં રમી હતી. જે બાદ તેણે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જોકે લાંબા સમય સુધી માર્ટિન બરોડા ટીમના કોચ પણ રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેકોબ માર્ટિન પર 2003માં માનવ તસ્કરીનો આરોપ લાગ્યો હતો. માર્ટિને એક છોકરાને ક્રિકેટ શીખવવા માટે બ્રિટન લઈ જવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. જે માટે તેણે છોકરાનો બોગસ પાસપોર્ટ પણ બનાવ્યો હતો. જેનો ખુલાસો બાદમાં છોકરાએ કર્યો હતો. 2011મં દિલ્હીના શાહદરા વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કાનૂનથી ભાગવા સહિત અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. જેકોબની જાણકારી આપનારને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
જેકોબ માર્ટિન ક્રિકેટમાં જાણીતું નામ હતું. 1999થી2001 દરમિયાન તે 10 વન ડે રમ્યો હતો. 1999માં ટોરન્ટોમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને ખરી ઓળખ મળી હતી. 22.57ની સરેરાશથી તેણે 138 રન બનાવ્યા હતા. એક ફિલ્ડર તરીકે તેણે સારી છાપ છોડી હતી.
યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર માર્ટિનની હોસ્પિટલની તસવીર શેર કરીને લખ્યું કે, પૂર્વ ભારતીય ક્રિકેટર અને બરોડાની ટીમના પૂર્વ કોચ જેકોબ માર્ટિનનું એક્સિડન્ટ થયું છે. હાલ તે હોસ્પિટલમાં છે. હું તમારા જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું જેકોબ ભાઈ.
નવી દિલ્હીઃ વર્ષ 1999માં એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારા પૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેને જેકોબ માર્ટિનનું ગત બુધવારે એક્સિડન્ટ થયું હતું. જે બાદ તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. માર્ટિનના જૂના સાથી અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આ વાતની જાણકારી આપી કે માર્ટિન તેના ટૂ વ્હીલરથી ક્યાંક જતા હતા ત્યારે એક્સિડન્ટ થયું હતું.
જેકોબ માર્ટિનના એક્સિડેન્ટને લઈ યુસુફ પઠાણે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -