ભારતના પૂર્વ કેપ્ટનના દીકરાની એકપણ રણજી મેચ રમ્યા વગર ગોવાની ટીમમાં પસંદગી થતાં જ શરૂ થયો વિરોધ, જાણો વિગત
જકાતીએ કહ્યું, આ ગોવા છે. અહીંયા તમારું સ્વાગત છે. ગોવાના ખેલાડીઓનું શું ? અમે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે પણ આકરી મહેનત કરીએ છીએ. અમે પણ ગોવા વતી રમવા માંગીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, અસરુદ્દીન ગેસ્ટ પ્લેયરની જેમ ટીમ સાથે જોડાયો છે. અમે તેને એક પણ રૂપિયો નહીં ચુકવીએ. અમે રૂપિયાની તંગીમાંથી પસાર થઈ રહ્યા છે અને તેથી અમે આ રસ્તો પસંગ કર્યો.
જીસીએ સચિવ દયાએ જણાવ્યું કે, અસદુદ્દીન તેનો દીકરો છે અને હવે તે ટીમનો હિસ્સો છે. અઝહરુદ્દીન ફ્રીમાં ટીમના સલાહકાર હશે. ભારતના પૂર્વ કેપ્ટનની સલાહ મળવી ટીમ માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને જાણીતા બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદુદ્દીનની ગોવાની રણજી ટીમમાં પસંદગી થઈ છે. ગોવા ક્રિકેસ સંઘ (જીસીએ)ના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
ગોવા તરફથી રમતાં અને સૌથી વધારે વિકેટ લેનારા બોલર શાદાબ જકાતીએ અસદુદ્દીનની ટીમમાં પસંદગીને લઈ નારાજગી વ્યક્ત કરીછે. તેણે કહ્યું કે, અસદુદ્દીન એકપણ રણજી મેચ રમ્યો નથી. તેને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનના દીકરો હોવાના કારણે ટીમમાં સ્થાન મળ્યું છે. તેની ઉંમર 28 વર્ષ છે અને હજુ સુધી એકપણ રણજી મેચ કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમ્યો નથી. તે તેના રાજ્યવતી છેલ્લી મેચ 2009માં રમ્યો હતો. તેણે ઉત્તર પ્રદેશ સિવાય અન્ય રાજ્યોમાંથી પણ રમવાની કોશિશ કરી પરંતુ મોકો ન મળ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -