2 ઇંગ્લિશ બેટ્સમેનો પર બોલ્યો સચિન, કહ્યું- હુનર હોય તો ઉંમર ના દેખવી જોઇએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને કુરેન અને પોપને આ પડકારનો લાભ ઉઠાવવા માટેની સલાહ આપતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આકર્ષક બનાવવા માટે કહ્યું, તેમને કહ્યું કે, ‘આ એવી ઉંમર છે, જ્યારે તમે કંઇ બીજુ નથી વિચારતા અને તમારું ધ્યાન માત્ર સારુ કરવા પર હોય છે. તમને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, પણ તમે આ વસ્તુઓ માટે જ રમો છો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકર એક નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. સચિન તેંદુલકરનું કહેવું છે કે નેશનલ ટીમમાં સિલેક્શનું લેવલ ઉંમર નહીં પણ માત્ર પ્રતિભા હોવી જોઇએ.
સચિન તેંદુલકરે કહ્યું કે, ‘જ્યારે મેં મારી પહેલી મેચ રમી હતી, ત્યારે હું માત્ર 16 વર્ષનો હતો, એકરીતે આને મને મદદ કરી. મને ન હતી ખબર કે વસીમ અકરમ, યુનુસ ખાન, ઇમરાન ખાન અને અબ્દુલ કાદિર જેવા તે સમયના સર્વશ્રેષ્ઠ બૉલરોનો સામનો કરીને કેવું લાગશે.’
સચિન તેંદુલકરને લાગે છે કે, યુવા બેટ્સમેનોને આંતરરાષ્ટ્રીય મેચોમા મોકો આપવો સારી વાત છે. તેમને કહ્યું કે જ્યારે તમે યુવા અને નીડર હોવ છો ત્યારે તમારુ ધ્યાન માત્ર સિક્કાની એક બાજુની જેમ જ હોય છે. બાદમાં અનુભવ પછી સિક્કાની બીજી બાજુની જેમ વસ્તુઓને સંતુલિત કરવા વિચારવા લાગો છે.’
ઇંગ્લેન્ડના બેટ્સમેન સેમ કુરેન અને બીજી ટેસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવેલા 20 વર્ષીય બેટ્સમેન ઓલ્લે પોપ વિશે જ્યારે પુછવામાં આવ્યું ત્યારે સચિન તેંદુલકર મીડિયાને કહ્યું કે, ‘જો કોઇ સારો છે, તે તેને દેશ માટે રમવું જોઇએ અને ઉંમરની કોઇ પાબંદી ના હોવી જોઇએ.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -