આ પૂર્વ ખેલાડીએ કહ્યું- જે ટીમ ભારતને હરાવશે એ જીતશે વર્લ્ડકપ 2019
abpasmita.in | 29 Jun 2019 11:30 AM (IST)
ભારતીય ટીમ વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ગુરુવારે રમાયેલ મેચમાં ભારતે વેસ્ટઇન્ડીઝને 125 રને હાર આપી હતી.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારતીય ક્રિકેટ ટીમની પ્રશંસા કરતાં કહ્યું કે, જે ટીમ હાલના વર્લ્ડકપમાં ભારતને હરાવવામાં સફળ થસે તે વર્લ્ડકપ જીતી જશે. વોને ગુરુવારે ટ્વિટ કર્યું કે, “હું એ વાત પર અડગ છું. જે ભારતને હરાવશે તે ટીમ વર્લ્ડકપ જીતશે.” ભારતીય ટીમ વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ગુરુવારે રમાયેલ મેચમાં ભારતે વેસ્ટઇન્ડીઝને 125 રને હાર આપી હતી. ભારતે હાલમાં છ મેચમાંથી પાંચમાં જીત મેળવીને 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમ પર છે. શિખર ધવને પણ ટ્વીટ કરીને ભારતીય ટીમને અભિનંદ પાઠવ્યા હતા. તેણે લખ્યું, “આ રીતે પ્રદર્શનનું સ્તર ઉંચું લઈ જતા હો. શાનદાર”