ક્રિસ ગેલે T20 ક્રિકેટમાં બનાવ્યો એક અનોખો રેકોર્ડ, બન્યો વિશ્વનો પ્રથમ ક્રિકેટર, જાણો વિગત
ટી20 ફોર્મેટમાં ગેલના આંકડા જ એવા છે કે દરેક લોકો તેને ટીમમાં સામેલ કરવા માંગે છે. ગેલ અત્યાર સુધીમાં 354 ટી20 મુકાબલામાં 12075 રન બનાવી ચુક્યો છે. જેમાં 75 અડધી સદી અને 21 સદી સામેલ છે.
ઉપરાંત ક્રિસ ગેલ પૂરી થઈ ગઈ હોય તેવી લીગનો પણ હિસ્સો રહ્યો છે. જેમાં શ્રીલંકા પ્રીમિયર લીગ, સ્ટેનફોર્ડ સુપર સીરિઝ ટી20નો સમાવેશ થાય છે.
ક્રિસ ગેલ અત્યાર સુધીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (કોલકાતા નાઇટરાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ), બિગ બેશ લીગ (સિડની થંડર્સ અને મેલબર્ન રેનગેડ્સ), કેરેબિયન લીગ (જમૈકા તલાવાસ, સેંટ કિટ્સ અને નેવિસ પેટ્રિપોટ્સ), બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બેરિસલ બર્નર્સ, ઢાકા ગ્લેડિએટર્સ, ચટગાંવ વિકિંગ્સ અને રંગપુર રાઇડર્સ), પાકિસ્તાન સુપર લીગ (લાહોર કલંધર્સ, કરાચી કિંગ્સ), રેમ સ્લેમ ટી20 (હાઇવેલ્ડ લાયન્સ), વેટીલિટી બ્લાસ્ટ (સમરસેટ), ગ્લોબલ ટી20 કેનેડા (વેંકુવર નાઇટ્સ), અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (બલ્ખ લેજેન્ડ્સ) અને એમજેંસી સુપર લીગ (જોજી સ્ટાર્સ) તરફથી ટી20 લીગ રમી ચુક્યો છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના આક્રમક ઓપનર ક્રિસ ગેલને T20 ક્રિકેટનો સૌથી મોટો બેટ્સમેન કહેવામાં આવે તો ખોટું નહીં ગણાય. કોઈ પણ જગ્યાએ નવી T20 લીગની શરૂઆત થાય કે તેમાં ક્રિસ ગેલ રમતો નજરે પડશે જ. હવે ક્રિસ ગેલે તેના નામે ટી20નો એક અનોખો રેકોર્ડ તેના નામે કરી લીધો છે. તે વિશ્વમાં 10 અલગ અલગ T20 લીગમાં રમનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ગેલે દક્ષિણ આફ્રિકાની ઘરેલુ ટી20 લીગ એમજેંસી સુપર લીગ (MSL)માં જોજી સ્ટાર્સ માટે પ્રથમ મેચ રમતી વખતે આ રેકોર્ડ તેના નામે કરી લીધો હતો. ગેલે 19 બોલમાં 23 રન બનાવ્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. જોકે તેમ છતાં તેની ટીમની 5 વિકેટથી હાર થઈ હતી.