IND vs PAK:અમદાવાદ એરપોર્ટ પર આજે ભારતીય ટીમનું આગમન થયું છે. ટીમના આગમને લઇને અમદાવાદ એરપોર્ટ પર  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભારતીય ટીમને કેશવબાગ સ્થિત ITC નર્મદામાં રોકાણ કરશે. શુક્રવારે બપોરે ટીમ ઇન્ડિયા સ્ટેડિયમમાં પ્રેકટિસ કરશે.


 



ભારતે વર્લ્ડ કપમાં તેની પ્રથમ બંને મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને અને બીજી મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું છે. હવે પાકિસ્તાનનો વારો છે, જેની સાથે ભારત 14 ઓક્ટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મોટી મેચ પર આખી દુનિયાની નજર છે.


જાણો ભારતનો પાકિસ્તાન સામે શું હશે માસ્ટર પ્લાન


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં પાકિસ્તાન સામેની મેચ પર મોટું નિવેદન આપ્યું છે. જ્યારે રોહિત શર્માને ભારત-પાકિસ્તાન મેચ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે આપણા માટે એ મહત્વનું છે કે આપણે બહારની વસ્તુઓ વિશે ચિંતા ન કરીએ અને માત્ર તે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેને આપણે નિયંત્રિત કરી શકીએ. અમારે માત્ર સારું પ્રદર્શન કરવાની જરૂર છે.


ભારત-પાકિસ્તાન મેચ પર રોહિતે આપ્યું નિવેદન


રોહિતે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "પીચ કેવી હશે અથવા અમે કયા સંયોજન સાથે રમી શકીએ છીએ તે અમે નિયંત્રિત કરી શકીએ છીએ, અમે બહાર શું થઈ રહ્યું છે તેની ચિંતા કરીશું નહીં. અમે ફક્ત અમે ખેલાડી તરીકે શું કરી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહી રહ્યા છીએ અને અમે કેવી રીતે સારું પ્રદર્શન કરી શકીએ છીએ."









ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંને મેચમાં એકતરફી જીત નોંધાવી છે. આવી સ્થિતિમાં માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર ટીમ ઈન્ડિયાના અત્યાર સુધીના પ્રદર્શનથી ઘણો ખુશ છે. તેણે ભારતીય ટીમના પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.


અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત બાદ સચિન તેંડુલકરે લખ્યું છે, 'બુમરાહ અને રોહિતે બે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું. આ બંનેને બોલિંગ અને બેટિંગ યુનિટ્સનો પણ સારો સપોર્ટ મળ્યો. અમે ટીમ ઈન્ડિયાની આ બે મેચોમાં અલગ-અલગ ખેલાડીઓને યોગદાન આપતા જોયા. જેના કારણે 14 ઓક્ટોબરની તૈયારીઓમાં સુધારો થયો છે