એશિયા કપ 2018માં ત્રણ વખત જોવા મળી શકે છે ભારત-પાક વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલા
ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ ગ્રૂપ-એમાં છે. જો મોટો ઊલટફેર ના થાય તો ભારત-પાક. બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. જો આમ થશે તો આ બંને ટીમ ૨૩ સપ્ટેમ્બરે ફરી સામસામે ટકરાઈ શકે છે. બંને ટીમ પાસે ટૂર્નામેન્ટમાં ત્રીજી વાર ટકરાવાની તક હશે, પરંતુ આના માટે તેમણે ફાઇનલમાં સ્થાન મેળવવું પડશે. ફાઇનલ મેચ ૨૮ સપ્ટેમ્બરે રમાવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપનું ફોર્મેટ અન્ય ટૂર્નામેન્ટ કરતાં થોડું અલગ છે. આ વખતે છ ટીમને ત્રણ-ત્રણનાં બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રૂપની ટોચની ચાર ટીમ સુપર-ફોરમાં સ્થાન મેળવશે. આ સ્ટેજ પરથી આ ચારેય ટીમ સામસામે ટકરાશે. સુપર-ફોરમાં બાકી વધેલી ટોચની બે ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.
આ વખતના એશિયા કપને જોનારા દર્શકોને ઘણો ફાયદો થઈ શકે છે, કારણ કે જે મેચની તેઓ રાહ જોઈ રહ્યા છે એ મેચ એક નહીં, બલકે ત્રણ-ત્રણ વાર રમાઈ શકે છે. જી હા, અહીં વાત થઈ રહી છે ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈ વોલ્ટેજ મુકાબલાની. આ મુકાબલા ફાઇનલ સહિત ત્રણ વાર જોવા મળે તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ 15 સપ્ટેમ્બરથી એશિયા કપની શરૂઆત થઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટ યૂએઈમાં રમાશે. આ વખતે કુલ 6 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમ હોંગકોંગને ગ્રુપ એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ બીમાં છે. 14 દિવસની આ ટૂર્નામેન્ટની ફાઈનલ 28 સપ્ટેમ્બર રમાશે. સીરિઝના બધા મેચ દુબઈ અથવા અબુધાબીમાં રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -