IPL 2019: 49 મેચો બાદ પ્લેઓફની સ્થિતિ સ્પષ્ટ થઇ, આ 4 ટીમો કરી રહી છે ક્વૉલિફાઇ
abpasmita.in | 01 May 2019 10:14 AM (IST)
આ સિઝનમાં જબરદસ્ત પ્રતિસ્પર્ધાની વચ્ચે પૉઇન્ટ ટેબલમાં ખાસ્સો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ ઉતાર-ચઢાવની વચ્ચે મંગળવારે રમાયેલી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર બહાર થઇ ગઇ, તો વળી રાજસ્થાનની સફર પણ પ્લેઓફ માટે મુશ્કેલીમાં પડી ગઇ છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં જબરદસ્ત રૉમાન્ચની વચ્ચે હવે ચાર ટીમોએ પ્લેઓફમાં પોતાનુ સ્થાન નિશ્ચિત કરી લીધુ છે. સાથે સાથે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર પણ નજર ટકેલી છે. આ સિઝનમાં જબરદસ્ત પ્રતિસ્પર્ધાની વચ્ચે પૉઇન્ટ ટેબલમાં ખાસ્સો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ ઉતાર-ચઢાવની વચ્ચે મંગળવારે રમાયેલી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર બહાર થઇ ગઇ, તો વળી રાજસ્થાનની સફર પણ પ્લેઓફ માટે મુશ્કેલીમાં પડી ગઇ છે. ગઇકાલની મેચમાં બેંગ્લૉર અને રાજસ્થાન બન્નેને 1-1 પૉઇન્ટ મળ્યો. હાલમાં પૉઇન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ 16 પૉઇન્ટ સાથે પહેલા નંબરે છે, ચેન્નાઇની ટીમ 16 પૉઇન્ટ સાથે બીજા સ્થાન છે, અને ત્રીજા અને ચોથા સ્થાને મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો છે. એટલે કે ટૂર્નામેન્ટની 49 મેચ બાદ પ્લેઓફની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે.