Thomas Cup 2022: ભારતની પુરુષ બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. તેઓએ ફાઇનલમાં મજબૂત ઇન્ડોનેશિયાની ટીમને 3-0થી હરાવીને પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુરૂષ બેડમિન્ટન ટીમના વખાણ કર્યા છે અને અભિનંદન પાઠવ્યા છે.


વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા 
મેન્સ બેડમિન્ટન ટીમની આ જીત બાદ પીએમ મોદીએ પણ તેમના વખાણ કર્યા અને ટ્વીટ કર્યું, “ભારતીય બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. જ્યારે ભારત થોમસ કપ જીત્યું ત્યારે સમગ્ર દેશ ઉત્સાહિત છે. આપણી કુશળ ટીમને અભિનંદન અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ. આ જીત ઘણા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપશે.”


આ સાથે રમત મંત્રાલયે થોમસ કપ વિજેતા ટીમને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.










ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો
ભારતની પુરૂષ બેડમિન્ટન ટીમે રવિવારે એકતરફી ફાઇનલમાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને પ્રથમ વખત થોમસ કપ ટાઇટલ જીતીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ અંકિત કર્યું. ભારતીય ટીમે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત ઉપરાંત વિશ્વની આઠમાં નંબરની જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ટીમ માટે યાદગાર જીત નોંધાવી હતી.