Gujarat : ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો હલ ન થતાં ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેક્ટરો હડતાળ પર ઉતરી જતા રાજ્યભરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સમસ્યામાં મુકાયા છે રાજ્યમાં ક્વોરી  ઉદ્યોગ સાથે સંકળાયેલા સેક્ટરો દ્વારા રાજ્ય સરકારને તેમના પડતર પ્રશ્નો હલ કરવા અનેક રજૂઆતો કરાઈ હતી પરંતુ પ્રશ્નો હલ ન થતાં આખરે ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેકટરો બંધ પડ્યા છે ક્વોરી ઉત્પાદન બંધ થતા બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી કપચી બિલ્ડરોને ન પહોંચતા તમામ બાંધકામના પ્રોજેક્ટ હાલ બંધ પડ્યા છે.


વહેલી તકે કપચીનો  સપ્લાય નહિ પહોંચે તો બિલ્ડરોને કરોડોનું નુકસાન થવાની સાથે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિલ્ડર, કોન્ટ્રાક્ટરો અને મજૂરો માટે પણ વિકટ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કરોડોના ઇન્વેસ્ટમેન્ટ હાલ માથે પડી રહ્યા છે જો વરસાદનું આગમન થઈ ગયું તો બેઝમેન્ટ સહિતની જગ્યાઓએ ચાલતા બાંધકામ અધૂરા જ રહી જશે. હોળી બાદ આવેલા મજૂરો ફરીથી પરત ફર્યા તો ચોમાસા બાદ એટલે કે દિવાળીમાં જ મજૂરો પરત ફરશે. આવા સંજોગોમાં આગામી ત્રણ ચાર મહિના સુધી બાંધકામ ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. 


કપચીની અછતને લઈ સૌથી મોટી મુશ્કેલી બેઝમેન્ટ માટે ખોદાણ કરી ચૂકેલા બિલ્ડરો ને છે.જો હડતાળ હજી ચાલુ રહેતો વરસાદમાં બેઝમેન્ટના કામ નહીં થાય અને માટીમાં ક્રેક પડી નુકસાનની ભીતિ છે.મહત્વની વાત છે કે સુરતમાં હાલ 200 જેટલા પ્રોજેકટ કાર્યરત છે.જેમાં કપચીની અછતના કારણે 50 થી વધુ પ્રોજેકટ ના બેઝમેન્ટ ખોદાઈ ને પડ્યા છે.જો વહેલી તકે આ સમસ્યા નું નિવારણ નહીં આવે તો વરસાદ માં બેઝમેન્ટનું કામ કરવું અશક્ય બની રહેશે.


રેરા માં નોંધાયેલા 5000 સેક્ટરો અને અન્ય 2000 સેક્ટર સાથે 7000 સેક્ટર માં બાળકામ બંધ થઈ ગયા છે.  રાજ્ય સરકાર વહેલી તકે ક્વોરી ઉદ્યોગના પ્રશ્નો હલ કરે તે જરૂરી છે અન્યથા  જીડીપીમાં 10 થી 12 ટકાની અસર અને રાજ્યની અર્થવ્યવસ્થા પર પણ અસર પડવાની શક્યતા ઊભી થયેલી છે. કોવિડ બાદ માંડ 2 વર્ષ પછી ધંધા વ્યવસાય શરૂ થયા છે ત્યારે જો વહેલી તકે ક્વોરી ઉદ્યોગના પ્રશ્નો હલ નહીં થાય તો ફરી એકવાર બાંધકામ ઉદ્યોગ ઠપ થઈ જશે.