ક્લાસમાં ભણાવતી હતી ટીચર, સ્ટુડન્ટના માથા પર અચાનક તૂટી પડી છત, જુઓ વીડિયો
abpasmita.in | 19 Jun 2019 04:12 PM (IST)
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આ ઘટનામાં ત્રણ સ્ટુડન્સ્ટ્સ ઘાયલ થયા છે. જે બાદ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્લાસનગરની જૂલેલાલ સ્કૂલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા બાદ બાળકોના માતા-પિતા તેમને સ્કૂલ મોકલતા પહેલા કદાચ અનેક વકત વિચારશે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીની સ્કૂલમાં અભ્યાસ કરતી હોય છે અને શિક્ષિકા તેમને ભણાવતી હોય છે ત્યારે અચાનક તેના પર છતનો હિસ્સો તૂટીને પડે છે. આ ઘટના મંગળવારે બની હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આ ઘટનામાં ત્રણ સ્ટુડન્ટ્સ ઘાયલ થયા છે. જે બાદ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે સ્કૂલ તંત્રએ આ વર્ગખંડને ખાલી કરાવ્યા બાદ તપાસના આદેશ આપી દીધા છે. વર્લ્ડકપ 2019: વરસાદથી વીમા કંપનીઓને લાગ્યો 180 કરોડ રૂપિયાનો ચૂનો, જાણો વિગત