Women's Cricket in Commonwealth Games: ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં અત્યારે કૉમનવેલ્થ ગેમ્સ શરૂ થઇ ગઇ છે. 28 જુલાઇથી શરૂ થયેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)મા આ વખતે ક્રિકેટને પણ સામેલ કરવામા આવી છે. જોકે આમાં માત્ર મહિલા ક્રિકેટ (Women's Cricket)ને જ એન્ટ્રી મળી છે. ખાસ વાત છે કે અહીં ટી20 ફોર્મેટમાં મેચો રમાશે. આમાં 8 ટીમો ભાગ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan)ની ટીમો પણ સામેલ છે. આ બન્નેને એક જ ગૃપમાં છે અને આજે બન્ને કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો કરો યા મરો મુકાબલામાં ટકરાશે, આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે, આની મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ? અહીં વાંચો....  


1. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની મેચ ક્યારે ને ક્યાં રમાશે ?
આ મેચ આજે એટલે કે, 31 જુલાઇ 2022એ રમાશે, બપોરે 3.30 વાગે શરૂ થશે, બર્મિંઘમના એડબેસ્ટૉન ગ્રાઉન્ડમાં રમાશે.


2. ભારત -પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમોની મેચ કઇ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે ?
આ મેચ સોની ટેન -1 પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. 


3. શું મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે ?
જી હા, મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ Sony LIV એપ પર જોઇ શકાશે. 


4. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ કયા ગૃપમાં છે ?
ભારતીય ટીમ ગૃપ એમાં છે, આ ગૃપમાં ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાર્બાડૉસની ટીમો સામેલ છે. 


5. ભારતની મેચો ક્યારે ક્યારે છે ?
ભારતીય ટીમની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે 29 જુલાઇએ હતી, જેમા ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, હવે બીજી મેચ પાકિસ્તાન સામે 31 જુલાઇ અને ત્રીજી મેચ બાર્બાડોઝ સામે 3 ઓગસ્ટે રમાવવાની છે. 


6. ગૃપ સ્ટેજ મેચ બાદ શું થશે ?
ટીમો બે ગૃપમાં વહેંચવામાં આવી છે, બન્ને ગૃપોમાં ટૉપ 2 ટીમો સેમિફાઇનલમાં રમશે. ગૃપ બીમાં શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો છે. એટલે કે એટલે કે ભારતીય ટીમ ગૃપ એમા ટૉપ 2 પૉઝિશન પર રહે છે, તો આ સેમિફાઇનલ મેચમાં ગૃપ બીની ટૉપ 2 ટીમોમાંથી કોઇ એક સામે ટકરાશે. 


આ પણ વાંચો........ 


મોટા સમાચાર : કોમવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મેળવ્યો ગોલ્ડ મેડલ


RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ


Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ


India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ


Commonwealth Games Schedule: આજે કોમનવેલ્થમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો 31 જૂલાઇનું આખું શેડ્યૂલ