નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક વિલેજ (Tokyo Olympic Village)માં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિક  (Tokyo Olympic)ની શરૂઆત 23 જુલાઈથી થવાની છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic 2020)ના આયોજકેઓ કોરના સંક્રમિત અધિકારીને 14 દિવસ સુધી કોરેન્ટાઈન કરી દીધો છે. બે દિવસ પહેલા જાપાનમાં રહેલ એક ખેલાડી અને પાંચ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્ય હતા. નોંધનીય છે કે, ટોક્યોમાં છેલ્લા એક મહિનાથી સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. 15 જુલાઈના રોજ ટોક્યમાં કોરોના વાયરસના નવા 1308 કેસ સામે આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. છ સપ્તાહ માટેની આ ઇમરજન્સી 22 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. ઇમરજન્સી દરમિયાન પાર્ક, સંગ્રહલાય, થિયેટર અને મોટાભાગની દુકાનો અને રેસ્ટોરન્ટ રાત્રે 8 કલાકે બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.


કોરોના વાયરસના કારણે ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન પહેલા જ એક વર્ષ માટે ટાળવામાં આવ્યું હતું. જાપાનની સરકારે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને કેટલાક કડક ફેંસલા લીધા છે. જે અંતર્ગત વિદેશી દર્શકોને મદાન પર એન્ટ્રી નહીં મળે.






બોક્સિંગ માટે ખાસ નિયમ


ટોક્યો  ઓલિમ્પિક્સ કોવિડ મહામારીને  કારણે  કેટલાક ખાસ નિયમોની સાથે કડક સુરક્ષા પ્રોટોકોલ સાથે યોજાશે. ટોક્યો  ઓલિમ્પિક્સના રમત-વિશેષ નિયમો (એસએસઆર) એ સ્પષ્ટ કર્યું છે કે કોઈ સહભાગીઓ કોવિડ-19  સંક્રમિત થશે તો ફાઇનલ મુકાબલામાં કેવી રીતે થશે. એસએસઆર અનુસાર, બોક્સીંગ ઇવેન્ટની ફાઇનલમાં સ્પર્ધક સંક્રમિત થશે તો  પ્રતિસ્પર્ધીને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ આપવામાં આવશે.


એસએસઆરએ નિર્ણય લીધો છે કે જો કોઈ બોક્સિંગ ઇવેન્ટના ફાઇનલિસ્ટ કોરોના વાયરસથી સંક્રમિત થશે, તો વિરોધીને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. નિયમો હેઠળ, કોવિડ -19 માટે સકારાત્મક હોવાનું જણાતા ભાગ લેનારને સિલ્વર મેડલ આપવામાં આવશે.


આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન (આઈએફએસ) દ્વારા સંયુક્ત રીતે આ નિયમો બનાવવામાં આવ્યા છે.  કોરોના મહામારી  દરમિયાન સમગ્ર રમતને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે કેટલાક વિશેષ નિયમો મૂકવામાં આવ્યા છે.