જો કે, એવી પણ માંગ ઉઠી રહી છે કે, આગામી વર્ષે મેદાન પર દર્શકો વગર ઓલિમ્પિક રમતનું આયોજન કરવામાં આવે, પરંતુ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ અધ્યક્ષ થોમસ બાકે કહ્યું કે, ટોક્યો ઓલિમ્પિક રમતોનું આયોજન ખાલી સ્ટેડિયમમાં નહીં પણ દર્શકો વગર કરવા માંગ છે.
ટોક્યો ઓલિમ્પિકનું આયોજન આ વર્ષે જ 24 જુલાઈથી 9 ઓગસ્ટ વચ્ચે થવાનું હતું. સમગ્ર વિશ્વમાં સ્પોર્ટ્સની વાપસી થઈ રહી છે અને મેચ દર્શકો વગર ખામી સ્ટેડિયમામાં રમાઈ રહી છે. જો કે, બાકે આગામી વર્ષો યોજાનાર રમતોનું આ રીતે આયોજન કરવાને લઈને ઈનકાર કરી દીધો છે.
બાકે કહ્યું,
અમારી રણનીતિમાં તમામ પ્રકારના ઉપાય સામેલ છે, પરંતુ દર્શકો વગર સ્ટેડિયમમાં ઓલિમ્પિક રમત, આ અમે નથી ઈચ્છતા. તેથી અમે સમાધાન પર કામ કરી રહ્યાં છે જે તમામ ખેલાડીઓના સ્વાસ્થ્યની રક્ષા કરે અને બીજી તરફ ઓલિમ્પિક ભાવનાને પણ બનાવી રાખે.- બાકે કહ્યું,
આ અગાઉ બાકે શરુઆતમાં કહ્યું હતું કે, જો કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો ટોક્યો ઓલિમ્પિક રદ્દ કરવામાં આવી શકે છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ પણ શરુઆતમાં એ જ કહ્યું હતું અને બાકે તેમને સમર્થન આપ્યું હતું.