કોરોના વાયરસના ખતરાને લઈને ટોક્યો ઓલંપિક 2020 મુલતવી રાખવામાં આવી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Mar 2020 07:11 PM (IST)
કોરોના વાયરસના કારણે આ વર્ષે 24 જૂલાઈ શરૂ થઈ રહેલી ટોક્યો ઓલંપિક 2020 એક વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે આ વર્ષે 24 જૂલાઈ શરૂ થઈ રહેલી ટોક્યો ઓલંપિક 2020 એક વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને ઈન્ટરનેશનલ ઓલંપિક કમિટીના અધ્યક્ષ થોમસ બાક મંગળવારે આ રમતને સ્થગિત કરવા પર સહમત થયા હતા. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય રિચાર્ડ પાઉન્ડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ વર્ષે જુલાઈમાં યોજાનારી 2020 ટોક્યો ગેમ્સ કોરોનાવાઇરસના કારણે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ઓલમ્પિક ખેલ માટે ખેલાડી ન મોકલવાના નિર્ણય બાદ જ ખેલના આ મહાકુંભને 1 વર્ષ માટે ટાળવાનો દબાવ બની રહ્યો હતો. કોરોના વાયરસના દુનિયાભરમાં વધી રહેલા પ્રકોપને લઈને અનેક રમતગમતના આયોજનો અને કાર્યક્રમો રદ અથવા તો સ્થગિત કરવામાં આવી રહ્યાં છે અને હવે તેની અસર દુનિયાના સૌથી મોટા ખેલ આયોજન ઓલંપિક ગેમ્સ પર પણ પડતી નજરે આવી રહી છે.