Tokyo Olympics 2020: ભારતની સ્ટાર શૂટરનો મનુ ભાકરની બીજા દિવસે નિરાશાજનક પ્રદર્શન કર્યું. વિશ્વની બીજા નંબરની શૂટર મનુની શરૂઆત તો સારી રહી હતી પરંતુ તેમની પિસ્તોલમાં ટેકિનિકલ ખામી સર્જાતા તે ફાઇનલ રાઇઉન્ડમાં સ્થાન  ન બનાવી ચૂકી


વિશ્વની બીજા નંબરની શૂટર મનુ ભાકરથી દેશને મેડલની આશા હતી. તેમનું શરૂઆતનું પ્રદર્શન સારૂં રહ્યું પરંતુ બદનશીબે  તેમને ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળતા મળી. મનુ ભાકર અને યશસ્વીની સિંહ દેસ્વાલ ટોકિયો ઓલ્મપિકમાં  મહિલાઓની 10મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી છે. ઉલ્લેખનિય છે કે, ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટોપ 8માં સ્થાન મેળવવું જરૂરી છે.


પહેલી સીરિઝમાં તેમણે  98 સ્કોર  બનાવ્યો હતો. ત્યારબાદ 95,94,95 સ્કોર બનાવીને તે ફાઇનલમાં સ્થાન મેળવવામાં ચૂકી ગઇ હતી. મનુ ભાકરે શરૂઆત સારી કરી હતી. તે ફોર્મમાં રમી રહી હતી પરંતુ પાંચમી સીરિઝમાં 98 સ્કોર કરીને વાપસીનો પ્રયાસ કર્યો પરંતુ છેલ્લી સીરિઝની શરૂઆતમાં ત્રણ 9 સ્કોરથી તે પાછળ રહી ગઇ. મનુ ભાકરનો સ્કોર 575 રહ્યો. તો યશસ્વિની ખરાબ શરૂઆત બાદ બીજી સીરિઝમાં તેમણે 98 સ્કોર કર્યો હતો.  તેમણે પાંચ વખત 10નો સ્કોર કર્યો હતો. યશસ્વિનીનો સ્ક્રોર  94,98,94,97,96,95ની સીરિઝ બાદ 547 રહ્યો.


શૂટિંગમાં ચીનની જિયાન રાનશિંગે  587 સ્કોર બનાવીને ટોકિયો ઓલમ્પિકમાં રેકોર્ડ બનાવ્યો. યુનાનની અન્ના કોરાક્કી અને રશિયાની  ઓલમ્પિક સમિતિના બી  વિતાલિના થર્ડ નંબર પર રહી.  મનુ ભાકરથી દેશને ઘણી આશા હતી. વિશ્વની બીજા નંબરની સુપર શૂટર મનુભાકરે  કોમનવેલ્થ ગેમ ગોલ્ડ મેડલ જીત્યું હતું તો સુપર સૂટર સ્ટાર મનુ ભાકરે યૂથ ઓલ્મપિકમાં પણ બાજી મારી લીધી હતી અને ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યું હતું. જો કે ટોકિયો ઓલ્મપિકમાં તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. તેમની પિસ્તોલમાં ખામી સર્જાતા તે ગેમમાં લય ન જાળવી શકી અને આખરે ફાઇનલમાં સ્થાન બનાવવાથી ચૂકી ગઇ.