Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકના ત્રીજા દિવસે પણ ભારતીય એથલીટ પાસેથી મેડલની આશા છે. સવારે 5.30 વાગ્યેથી મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં મનુ ભાકર  મેડલ જીતવા ઉતરશે. અત્યાર સુધીમાં વર્લ્ડ કપ શૂટિંગમાં 9 ગોલ્ડ મેડલ જીતનાર મનુ ભાકરે કોમનવેલ્થ ગેમ્સ તેમજ યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.



આ ઈવેન્ટમાં યશસ્વિની સિંહ દેસવાલ પણ ઉતરશે, જેના નામે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ મેડલ છે. રવિવારે સવારે  પુરુષોના 10 મીટર એયર રાઈફલમાં દિવ્યાંશ  પંવાર અને દીપક કુમાર મેડલ જીતવા ઉતરશે.


દિવ્યાંશ 18 વર્ષનો છે અને દેશનો સૌથી યુવા એથલીટ છે. રવિવારે સવારે મહિલાઓની બોક્સિંગની ફ્લાઈ વેટ ઈવેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં મેરી કોમ ઉતરશે અને ગ્રૃપ લીગના પ્રથમ મુકાબલામાં રમવા માટે કોર્ટ પર  પીવી સિંધુ પણ હશે.


હોકીના ગ્રુપ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2 ગોલથી માત આપ્યા બાદ રવિવારે ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે રમવા મેદાનમાં ઉતરશે. ભારતીય મહિલા અને પુરુષ ટેબલ ટેનિસ ખેલાડીઓને  રવિવારે બીજા રાઉન્ડના મુકાબલા રમવાના હશે. મહિલાઓના ટેનિસમાં ફર્સ્ટ રાઉન્ડના મુકાબલામાં રમવા માટે કોર્ટમાં હશે  સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના.  બીજી તરફ જિમ્નેસ્ટિક્સમાં પ્રણતિ નાયક અને સ્વિમિંગમાં સજ્જન પ્રકાશ અને શ્રીહરિ નટરાજ એક્શનમાં જોવા મળશે.


25 જુલાઈ શેડ્યૂલ



બેડમિંટન:



સવારે 7:10 વાગ્યે - મહિલા સિંગલ્સ ગ્રુપ મેચમાં પીવી સિંધુ વિ કેસેનીયા પોલિકાર્પોવા (ઇઝરાઇલ)


બોક્સીંગ:



01:30 બપોરે: 51 કિગ્રાના પ્રારંભિક રાઉન્ડમાં એમસી મેરી કોમ વિ હર્નાન્ડેઝ ગાર્સિયા (ડોમિનિકા રિપબ્લિક)



03:06 વાગ્યે: ​​મનીષ કૌશિક વિ લ્યુક મૈકોર્મક (યુકે) ની શરૂઆતના રાઉન્ડમાં 63 કિલો


હોકી



03:00 બપોરે - પુરૂષ પૂલ એ મેચમાં ભારત વિ ઓસ્ટ્રેલિયા


સેલિંગ


સવારે 08:35 વાગ્યે  - મહિલા વન  પર્સન ડિંઘી,  લેઝર રેડિયલ (પ્રથમ રેસ, બીજી રેસ) નેત્રા કુમાનન



સવારે 11:05 વાગ્યે  - પુરુષોની વન પર્સન ડિંઘી, લેઝર  ( પ્રથખ રેસ, બીજી રેસ) ભારતના વિષ્ણુ સરવનન



નૌકાયન


સવારે 6 વાગ્યે 40 મિનિટ- લાઈટવેટ પુરુષ ડબલ સ્કલ્સ રેપેશાઝ(ભારત)



શૂટિંગ



સવારે   05:30 વાગ્યે-  મહિલાઓના 10  મીટર એયર રાઈફલ ક્વોલીફિકેશનમાં યશસ્વિની સિંહ દેસવાલ અને મનુ ભાકર 



સવારે  06:30 વાગ્યે : સ્કીટ પુરુષ ક્વોલીફિકેશન- પ્રથમ દિવસ  ( મૈરાજ અહમદ ખાન અને અંગદ વીર સિંહ બાઝવા )



સવારે  09:30 વાગ્યે :  પુરુષો 10  મીટર એયર રાઈફલ ક્વોલિફિકેશનમાં દીપક કુમાર અને દિવ્યાંશ સિંહ પંવાર. 



ટેબલ ટેનિસ



સવારે 10:30 વાગ્યે - પુરુષ સિંગલ્સનો બીજો રાઉન્ડ: જી સાથીયાન વિ લામ સિઉ હાંગ (હોંગકોંગ) 


12:00 વાગ્યે: ​​મહિલા સિંગલ્સનો બીજો રાઉન્ડ: મનિકા બત્રા વિ માર્ગારેટા પેસોત્સ્કા (યુક્રેન)



ટેનિસ:



સવારે 7.30 વાગ્યે શરૂ થનારી મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડની મેચમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના વિ લિડમયલા અને નાદિયા કીચનોક (યુક્રેન)


સ્વિમિંગ



3:32 બપોરે - મહિલા 100 મીટર બેકસ્ટ્રોક, પ્રથમ હીટ - માના પટેલ



4: 26 બપોરે - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક: ત્રીજી હીટ - શ્રીહરિ નટરાજ