ભારતની અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 19 વર્ષની શૂટરએ મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ SH1માં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણીએ 249.6નો સ્કોર કર્યો અને ટોપ કર્યું. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.


જયપુરની અવનીએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 શૂટર વચ્ચે સાતમા સ્થાને રહીને આ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 શ્રેણીમાં છ શોટ બાદ 621.7નો સ્કોર કર્યો હતો, જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો. આ ભારતીય શૂટરએ શરૂઆતથી અંત સુધી સાતત્ય જાળવી રાખ્યું અને સતત 10 થી વધુ સ્કોર બનાવ્યા. 626.0 ના પેરાલિમ્પિક ક્વોલિફિકેશન રેકોર્ડ સાથે ચીનના ઝાંગ કુઇપીંગ અને યુક્રેનની ઇરિયાના શેટનિક પ્રથમ બે સ્થાન મેળવ્યા છે.


અવનીને ચીની ખેલાડી આપી જોરદાર ટક્કર


નવ રાઉન્ડની આ ફાઇનલ મેચમાં અવનીને ચીની રમતવીર સી ઝાંગ સામે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. ઝાંગે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને આ મેચમાં ગોલ્ડ માટે મજબૂત દાવેદાર હતો. જોકે, અવનીએ તેના અચૂક નિશાનાના આધારે ઝાંગને હરાવી અને ગોલ્ડ મેડલ જીત્યો. અવનીએ નવ રાઉન્ડમાં 52.0, 51.3, 21.6, 20.8, 21.2, 20.9, 21.2, 20.1, 20.5 સાથે કુલ 249.6 નો સ્કોર કર્યો જે પેરાલિમ્પિક ગેમ્સનો નવો રેકોર્ડ છે.


11 વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતનો ભોગ બની હતી


અવની મૂળ રાજસ્થાનના જયપુરની છે. તે માત્ર 11 વર્ષની હતી ત્યારે તે માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અવનીને કરોડરજ્જુની ઈજાના કારણે લકવો થઈ ગયો હતો. મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં અવની વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા ક્રમે છે.


રવિવારે ભાવનાબેન પટેલે મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ સ્પર્ધા વર્ગ 4 અને નિશાદ કુમારે પુરુષોની T47 હાઇ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા.



ડિસ્ક ફેંકનાર વિનોદ કુમારે રવિવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં એશિયન રેકોર્ડ સાથે પુરુષોની F52 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ તેના ડિસઓર્ડરના વર્ગીકરણના વિરોધને કારણે તે પોતાની જીત ઉજવી શક્યો ન હતો. મેડલ સમારોહ પણ 30 ઓગસ્ટના સાંજના સત્ર સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.