Fake નીકળી આ ભારતીય ક્રિકેટરની ડિગ્રી, જઈ શકે છે પોલીસની નોકરી
નોંધનીય છે કે મહિલા વર્લ્ડકપના સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 171 રનની ઈનિંગ રમનારી હરમનપ્રીત આ પહેલા રેલવેમાં નોકરી કરતી હતી. જ્યારે હરમનપ્રીત સાથે આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, ’હું નથી જાણતી કે આ બધું શું ચાલી રહ્યું છે. આવું કશું જ નથી.’ નકલી ડિગ્રી વિશે તેણે કશું જ કહ્યું નહોતું. હરમનપ્રીતે જવાબ આપ્યો હતો કે, ’આ વિશે હું ડિપાર્ટમેન્ટને પૂછીને તમને જવાબ આપીશ.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર હરમનપ્રીતે ગ્રેજ્યુએશનની ડિગ્રી કથિત રીતે મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીએ આપી હતી. જ્યારે પંજાબ આર્મ્ડ પોલીસના કમાન્ડેટ (જાલંધર)એ મેરઠ યુનિવર્સિટીમાં ડિગ્રી તપાસ માટે મોકલી તો ત્યાંથી જવાબ આવ્યો કે એવો કોઈ રજિસ્ટ્રેશન નંબર જ હયાત નથી. આ મામલે પંજાબ સરકાર આગળ તપાસ કરી રહી છે.
એક રિપોર્ટ અનુસાર પોલીસ ડિપાર્ટમેન્ટે ગૃહ વિભાગને પ્રપોઝલ મોકલી છે કે હરમનપ્રીત ડીએસપીના પદ પર નોકરી નહિ કરી શકે કારણકે તેની પાસે ગ્રેજ્યુએશનની સાચી ડિગ્રી નથી. પંજાબનો ગૃહ વિભાગ રાજ્ય મુખ્યમંત્રી અમરિંદર સિંહ પાસે છે. જેણે હરમનને નોકરી આપવાની જાહેરાત કરી હતી.
હરમનપ્રીત પર આરોપ લાગ્યા છે કે તેણે નકલી ડિગ્રીના આધાર પર પંજાબ પોલીસમાં DSPની નોકરી મેળવી હતી. પંજાબ પોલીસે યુનિવર્સિટીમાંથી હરમનપ્રીતના કાગળોની તપાસ કરાવી હતી. જેમાં તેનો કોઈ જ રેકોર્ડ મળ્યો નહોતો. એવું માનવામાં આવે છે કે હરમનપ્રીત પર છેતરપિંડીનો કેસ દાખલ થઈ શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય મહિલા 20-20 ક્રિકેટ ટીમની કેપ્ટન તથા અર્જુન એવોર્ડથી સન્માનિત હરમનપ્રીત કૌરને ડીએસપીની નોકરી ગુમાવી પડી શકે છે. પોલીસ વેરીફિકેશનમાં તેની સ્નાતકની ડીગ્રી નકલી હોવાની જાણકારી મળી છે. પંજાબના મોગા જિલ્લાની રહેવાસી હરમનપ્રીતે પંજીબ પોલીસમાં 1 માર્ચના રોજ ડીએસપી તરીકે નિમણૂંક મેળવી હતી. પરંતુ પંજાબ પોલીસની તપાસમાં તેના પ્રમાણપત્ર નકલી મળી આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -