કપિલ શર્મા શો માં ખુલાસો કરતા હરભજન સિંહે જણાવ્યું હતું કે મારી અંગ્રેજી અંડર-19ના દિવસોથી જ ખરાબ રહી છે. હું એક પ્રવાસ દરમિયાન અજીત અગરકર સાથે રુમ શેર કરી રહ્યો હતો. અગરકર ખાવાના ઓર્ડર આપતો હતો અને તે ઓર્ડર આપતા સમયે તે કેન યૂ બોલતો હતો તો ક્યારેય કૂડ યૂ. આવા સમયે થોડો કન્ફ્યુઝ થયો હતો. એક વખત જ્યારે અગરકર રુમમાં ન હતો તો મેં હોટલમાં ફોન કરીને કેન યૂ કૂડ બોલી દીધું હતું. હું ભુલી ગયો હતો કે મારે શું બોલવાનું છે.
પછી આગળ વાત કરતાં કહ્યું, મારું સેટિંગ એક શ્રીલંકાની છોકરી સાથે થયું. તેણે મને અંગ્રેજી શીખવામાં ઘણી મદદ કરી હતી. તેને મળ્યા પછી હું ઈંગ્લિશમાં ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, ફાઈન જેવા શબ્દો બોલવા લાગ્યો. 18 વર્ષની ઉંમરે જ તેણે ડેબ્યૂ કર્યું હતું. અત્યારે તે ટીમ ઈંડિયાથી બહાર ચાલી ગયો છે, પરંતુ તેણે પોતાના કારકિર્દી દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું છે.