ફિટનેસ બેન્ડ Fitbitને ખરીદશે ગૂગલ, 2.1 અબજ ડોલરમાં કરાઇ ડીલ
abpasmita.in | 01 Nov 2019 10:51 PM (IST)
આ અવસર પર ફિટબિટની તરફથી કહેવામાં આવ્યું છે કે તેને વિશ્વાસ છે કે ગૂગલ ફિટનેસ મિશનને આગળ લઇને જશે.
નવી દિલ્હીઃ ગૂગલ ફિટનેસ ટ્રેકિંગ ડિવાઇસ બનાવનારી કંપની ફિટબિટ (Fitbit)ને 2.1 અબજ ડોલરમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે જ ગૂગલ હવે હેલ્થ સેક્ટરમાં એન્ટ્રી મારવા જઇ રહી છે. આ અવસર પર ફિટબિટની તરફથી કહેવામાં આવ્યું છે કે તેને વિશ્વાસ છે કે ગૂગલ ફિટનેસ મિશનને આગળ લઇને જશે. આ અવસર પર ફિટબિટ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ફિટનેસ ડિવાઇસ બેન્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને આખી દુનિયામાં લગભગ 2.8 કરોડ યુઝર્સ છે. કરોડો લોકો પોતાને ફિટ રાખવા માટે અમારી પ્રોડક્ટ પર વિશ્વાસ રાખે છે અને વધુ એક્ટિવ લાઇફ જીવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે ગૂગલ આ મિશનને આગળ વધારશે. ફિટબિટને એપલ વોચથી ટક્કર મળી રહી છે. ફિટબિટે કહ્યું કે, ગૂગલ પ્રત્યેક શેરના બદલામાં 7.35 ડોલર આપી રહી છે. જેની કુલ કિમત 2.1 અબજ ડોલરની નજીક છે.