ધોનીની નિવૃત્તીની ચર્ચા વચ્ચે ઇંગ્લેન્ડના કોમેન્ટેટર અને પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે સેના માટે ધોનીની સેવા પર એક એવું ટ્વીટ કર્યું કે બાદમાં ભારતીય ફેન્સે તેનો ઉધડો લઈ લીધો.
સ્કાઈ સ્પોર્ટ્સ ક્રિકેટ નામના એક ટ્વિટર હેન્ડલે ધોનીના સેના સાથે સમય વિતાવવા અને ટીમ ઇન્ડિયામાં સામેલ ન થવાના અહેવાલ ટ્વીટ કર્યા હતા. ત્યાર બાદ આ ઇંગ્લિશ ક્રિકેટરે આ ટ્વીટને ક્વોટ કર્યું અને બે હસતા ઇમોજી બનાવીને ટ્વીટ કર્યા.
ડેવિડ લોયડના આ રિએક્શન બાદ કોઈ ખબર ન પડી કે અંતે આ ટ્વીટમાં ધોનીને લઈને શું લખ્યું હતું કે ડિવડ લોયડને આટલું હસવું આવ્યું. બસ પછી તો સોશિયલ મીડિયા પર ધોનીના ફેન્સે ડેવિડ લોયડનો ઉધડો લઈ લીધો અને તેને ખૂબ ટ્રોલ કર્યો.
એક ફેને લખ્યું, “માત્ર 8 ટેસ્ટ અને 9 વનડે? જુઓ ધોની પર કોણ હસી રહ્યું છે. જે રીતે તમે તમારો પ્રથમ વર્લ્ડકપ જીત્યો છે તેના પર અમને હસવું આવે છે.”