નવી દિલ્હીઃ હવે એ તો તમે જાણો જ ચો કો હાલના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી સિલેક્ટર્સનો કાર્યકાળ વિતેલા વર્ષે ઓક્ટોબરમાં વધારવામાં આવ્યો હતો. પરંતુ હવે અહેવાલ આવી રહ્યા છે કે આગામી મહિને પાંચ તારીખ પહેલા બે નવા પસંદગીકારની પસંદગી થઈ જશે. સીએસીના સભ્ય અને પૂર્વ ઓલરાઉન્ડર મદદ લાલે આ જાણકારી આપી છે. ભારતના પૂર્વ ક્રિકેટર રૂદ્ર પ્રતાપ સિંહ અને સુલક્ષણા નાઈક સીએસીના અન્ય સભ્ય છે. જણાવીએ કે પસંદગી સમિતિમાં માત્ર બે નવા સભ્યની જગ્યા ખાલી છે. આ સમિતિએ અધ્યક્ષ એમએસકે પ્રસાદ અને તેના સાધી સભ્ય ગગન ખોડાના વિકલ્વ શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્લસાદ અને ખોડાનો કાર્યકાળ ખત્મ થઈ ગયો છે.




મદદનલાલે કહ્યું કે, ‘અમે 44 અરજીઓની યાદી મળી છે અને ન્યૂઝીલેન્ડ પ્રવાસના અંત સુધી બે સિલેક્ટર્સની નિમણુક થઈ જવી જોઈએ.’ ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસના અંતિમ તબક્કામાં શુક્રવારે બે ટેસ્ટની સીરીઝની સાથે શરૂ થશે. આ પ્રવાસ પાંચ માર્ચના રોજ ખત્મ થશે. રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં દેવાંગ ગાંધી, જતિન પરાંજપે અને સરનદીપ સિંહ પણ સામેલ છે. આ તમાનો એક એક વર્ષનો કાર્યકાળ બચ્યો છે.


પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણનન અને પૂર્વ ફાસ્ટ બોલર્સ અજિત અગરકર મુખ્ય સિલેક્ટર્સ બનવાની રેસમાં સૌથી આગળ છે. નિયમ મુજબ ટેસ્ટ મેચ વધારે રમનારા સૌથી સીનિયર ખેલાડીને સમિતિના ચેરમેન બનાવવામાં આવે છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પહેલા જ ક્લિયર કરી દીધું છે કે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારા ખેલાડીને જ મુખ્ય સિલેક્ટર બનાવવામાં આવશે.