નવી દિલ્હીઃ આઈસીસી અંડર19 વર્લ્ડ કપ ફાઇનલ મેચ બાદ બાંગ્લાદેશી અને ભારતીય ખેલાડીઓ પર થયેલ ધક્કામુક્કી અને બોલાચાલીને લઈને આઈસીસીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આઈસીસીએ પાંચ ખેલાડીઓ (ત્રણ બાંગ્લાદેશના અને બે ભારતી)ને સજા ફટકારી છે. આ પાંચેય ખેલાડીઓને આઈસીસીના કોડ ઓફ કંડક્ટના લેવલ 3ના ઉલ્લંઘન માટે સજા ફટકારવામાં આવી છે અને સાથે જ તેમના ખાતામાં ડિમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યા છે. બાંગ્લાદેશના મોહમ્મદ તૌહિદ હદોય, શમીમ હુસૈન અને રકીબુલ હસન અને ભારતના આકાશ સિંહ અને રવિ બિશ્નોઈને આઈસીસી કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.21નું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા છે.


ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ પર આર્ટિકલ 2.5ના ઉલ્લંઘનનો ચાર્જ લાગ્યો છે. તમામે સજા સ્વીકાર કરી લીધી છે અને તમામ ચારથી ૧૦ મેચના સસ્પેન્સ હેઠળ આવી ગયા છે. આકાશ ઉપર આઠ સસ્પેન્શન પોઇન્ટ લગાડવામાં આવ્યા છે જે છ ડિમેરિટ પોઇન્ટ સમાન છે અને તે બે વર્ષ સુધી તેના રેકોર્ડમાં રહેશે. બિશ્નોઈ ઉપર પાંચ સસ્પેન્શન પોઇન્ટ લગાડવામાં આવ્યા છે. અન્ય એક મામલે બિશ્નોઈના ખાતામાં વધુ બે સસ્પેન્શન પોઇન્ટ નોંધાયા છે જેના કારણે તેના કુલ સાત ડિમેરિટ પોઇન્ટ થયા છે અને તે પણ બે વર્ષ સુધી રેકોર્ડમાં રહેશે.

બાંગ્લાદેશના તૌહિદ પર ૧૦ સસ્પેન્શન પોઇન્ટ (છ ડિમેરિટ), શમીમ ઉપર છ ડિમેરિટ પોઇન્ટ તથા હસન ઉપર પાંચ ડિમેરિટ પોઇન્ટ લગાડવામાં આવ્યા છે. તમામ આરોપ ફિલ્ડ અમ્પાયર સૈમ, એડ્રિયન હોલ્ડસ્ટોક, થર્ડ અમ્પાયર રવીન્દ્ર વિમલાસિરિ તથા ચોથા અમ્પાયર પેટ્રિક બોંગની દ્વારા લગાવવામાં આવ્યા છે. એક સસ્પેન્શન પોઇન્ટ એટલે ખેલાડીને એક વન-ડે અથવા ટી૨૦ મેચમાં બહાર રહેવું પડશે. આ અંડર-૧૯ તથા એ-ટીમ દ્વારા રમતી વખતે લાગુ કરવામાં આવશે.

આઇસીસી જનરલ મેનેજેર જ્યોફ એલાર્ડાઈસે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, મેચ ખૂબ જ રસપ્રદ હતી, જેમ કે તમે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલ પર આશા રાખો છો. પરંતુ કેટલાક ખેલાડીઓની હરકત એવી હતી જેને આ રમતમાં કોઈ સ્થાન નથી. ખેલાડીઓ પાસે આશા રાખવામાં આવે છે કે તે ખુદને અનુશાસિત રાખે. જીતનારી ટીમને અભિનંદન આપો અને પોતાની ટીમની સાથે જીતની ઉજવમી કરો. તેમણે આગળ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્મ છે કે આવી મેચ બાદ આઈસીસીના કોડ ઓફ કંડક્ટનો ર્જ ખેલાડીઓ પર લાગે.