અંડર 19 વર્લ્ડ કપઃ મંગળવારે રમાશે ભારત-પાકિસ્તાનની સેમી ફાઇનલ, આ ખેલાડીઓ પર રહેશે નજર
ક્રાઇસ્ટચર્ચઃ આઇપીએલની હરાજીમાં સારા ભાવ મળ્યા બાદ અંડર 19 ટીમ મંગળવારે વર્લ્ડકપ સેમી ફાઇનલમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે રમશે. આ મુકાબલો વહેલી સવારે ત્રણ વાગે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર મેચ નિહાળી શકો છો. ત્રણ વખતની ચેમ્પિયન ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરીને તમામ ચારેય મેચ જીતી છે. જેમાં બાંગ્લાદેશ સામેના ક્વાર્ટર ફાઇનલનો પણ સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવમ માવીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શિવમ માવીએ તેની સ્પીડથી વિરોધીઓને ડરાવ્યા છે. 140 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બોલિંગ કરતા શિવમે અત્યાર સુધીની 4 મેચમાં 8 વિકેટ લીધી છે. શિવમ ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ સફળતા અપાવે છે. પાકિસ્તાન સામે સેમીફાઇનલ મેચમાં શિવમ પાસે આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે.
પૃથ્વી શોઃ કેપ્ટન પૃથ્વી શોએ આક્રમક બેટિંગ કરી છે. તેણે ત્રણ ઇનિંગમાં 95.50ની સરેરાશથી 191 રન નોંધાવ્યા છે. અંડર 19 વર્લ્ડકપમાં તેણે 2 અડધી સદી પણ ફટકારી છે. સેમી ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે તેની પાસેથી સારા દેખાવની આશા રાખવામાં આવી રહી છે.
બે વખતની વિજેતા પાકિસ્તાનની સેમી ફાઇનલ સુધીની સફર ઉતાર-ચઢાવ ભરી રહી છે. તેને પ્રથમ મેચમાં જ અફઘાનિસ્તાને હરાવ્યું હતું પરંતુ તે બાદ પાકિસ્તાને સતત ત્રણ મેચ જીતી હતી. સેમી ફાઇનલમાં ભારતના 5 ક્રિકેટરો પર નજર રહેશે.
શિવમ માવીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શિવમ માવીએ તેની સ્પીડથી વિરોધીઓને ડરાવ્યા છે. 140 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બોલિંગ કરતા શિવમે અત્યાર સુધીની 4 મેચમાં 8 વિકેટ લીધી છે. શિવમ ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ સફળતા અપાવે છે. પાકિસ્તાન સામે સેમીફાઇનલ મેચમાં શિવમ પાસે આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે.
શુભમન ગિલઃ ભારતીય ઓપનર શુભમન ગિલ સેમી ફાઇનલમાં પાકિસ્તાનની ટીમ માટે સૌથી મોટો ખતરો રહેશે. તે ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો ‘રન’વીર છે. તેણે 3 ઈનિંગમાં 115.45ની સ્ટ્રાઇક અને 119.50ની સરેરાશથી 239 રન બનાવ્યા છે.
અનુકૂલ રોયઃ સ્પિન બોલર અનુકૂલ રોય 4 મેચમાં 11 વિકેટ લઇ ચૂક્યો છે. પાકિસ્તાન સામે સેમી ફાઇનલમાં અનુકૂલની ફિરકી ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકે છે. ટૂર્નામેન્ટમાં તેની ઇકોનોમી રેટ માત્ર 3.50ની રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -