Carlos alcaraz US Open 2024: US Open 2024માં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. સ્પેનનો દિગ્ગજ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ (Carlos alcaraz)  યુએસ ઓપન 2024માં (US Open 2024) થી બહાર થઈ ગયો છે. અગાઉ વિમ્બલ્ડન ચેમ્પિયન બારબોરા ક્રેજસિકોવા યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં એલિના-ગેબ્રિએલા રુઝે સામે 6-4, 7-5થી હારીને બહાર થઈ ગઈ હતી.






ખાસ વાત એ હતી કે કાર્લોસને દુનિયાના 74મા નંબરના (એટીપી રેન્કિંગ)ના ડચ ખેલાડી બોટિક વાન ડી જેન્ડસ્કલ્પે બે કલાક અને 19 મિનિટ સુધી ચાલેલી મેરેથોન મેચમાં 6-1, 7-5, 6-4થી પરાજય આપ્યો હતો.






ખાસ વાત એ છે કે આ બંને ખેલાડીઓ પહેલા પણ બે વખત ટકરાયા હતા. જ્યાં અલ્કારાઝે બંને વખત જીત મેળવી હતી. પરંતુ અહીં અલ્કારાઝે ભૂલ કરી અને તેનો પરાજયનો સામનો કર્યો હતો. આ પહેલા બંને ખેલાડીઓ 2022માં સ્વિસ ઈન્ડોર્સ બાસેલમાં અને 2021માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં સામસામે આવી ચૂક્યા છે. આ બંને મેચમાં અલ્કારાઝે જીત મેળવી હતી.


નેધરલેન્ડના બોટિક વાન ડી જેન્ડસ્કલ્પે પણ આ વિજય સાથે મોટો ઈતિહાસ રચ્યો હતો, જે 1991 પછી આવું કરનાર પ્રથમ ડચ ખેલાડી બન્યો હતો. જેમણે યુએસ ઓપનમાં ટોચના 3 ખેલાડીઓને હરાવ્યા છે.


અલ્કારાઝ 2022માં યુએસ ઓપન ચેમ્પિયન બન્યો હતો.


કાર્લોસ અલ્કારાઝે 2022માં યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. ગુરુવારે યુએસ ઓપનમાં તેને બિનક્રમાંકિત બોટિક વાન ડી જેન્ડસ્કલ્પ સામે 6-1, 7-5, 6-4થી હાર મળી હતી.  આ પરાજય સાથે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનમાં ટાઇટલ જીતી ચૂકેલા અલ્કારાઝનું 15 મેચનું વિજેતા અભિયાન સમાપ્ત થયું હતું.


આ રીતે અલ્કારાઝનો થયો પરાજય


ડચ ખેલાડીએ પ્રથમ ત્રણ ગેમ જીતી હતી અને છઠ્ઠી ગેમમાં અલ્કારાઝની સર્વિસને તોડીને પ્રથમ સેટ જીત્યો હતો. આ પછી અલ્કારાઝે બીજા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ સેટમાં પણ બોટિક વાન ડી જેન્ડસ્કલ્પે જીત્યો હતો. બોટિક વાન ડી જેન્ડસ્કલ્પે ત્રીજો અને નિર્ણાયક સેટ 6-4થી જીતીને મેચ જીતી લીધો હતો.


Fact Check: ક્રિકેટમાં 'ભગવાન' પછી માત્ર હું, શુભમન ગિલ નહીં બની શકે વિરાટ, કોહલીના નિવેદનથી મચ્યો હંગામો?