નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ 2019માં હાર થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વિવિધ પદ માટે આવેદનો મંગાવ્યા હતા. જેમાં બેટિંગ કોચ, બોલિંગ કોચ, સપોર્ટ સ્ટાફ, ટીમ કોચ જેવા પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. બોલિંગ કોચ માટે ભારતના પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ અરજી કરી છે.

ટીમ ઈન્ડિયા પૂર્વ ખેલાડી વેંકટેશ પ્રસાદે ભારતીય ટીમ માટે 33 ટેસ્ટ અને 161 વન ડે મેચ રમી છે. ટેસ્ટમાં પ્રસાદે 96 જ્યારે વન ડેમાં 196 વિકેટ ઝડપી છે. 2007થી 2009 સુધી વેંકટેશ ભારતીય ટીમના બોલિંગ કોચ રહ્યા હતા. વેંકટેશ પ્રસાદ ત્રણ વર્ષ સુધી જૂનિયર રાષ્ટ્રીય ટીમના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. આઇપીએલ 2018 માં વેંકટેશ પ્રસાદ કિંગ્સ ઇલેવન પંજાબ માટે બોલિંગ કોચની ભૂમિકા ભજવી હતી.