Manu Bhaker Coach Death:  ભારતના ઓલિમ્પિક સ્ટાર મનુ ભાકરના કોચ જસપાલ રાણાનું નિધન થયું છે. તાજેતરમાં જ તેમની તબિયત બગડતી હોવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ 11 જૂને તેમનું તબિયત વધુ લથડી હતી અને આજે તેમણે ફાનિ દુનિયાને અલવિદા કહી દીધું.  મ્યુનિકમાં શૂટિંગ વર્લ્ડ કપ પછી ભારત પરત ફરતી ફ્લાઇટમાં તેઓ બીમાર પડ્યા હતા.

Continues below advertisement

ભારત પરત ફર્યા બાદ, તેમને દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઘણા દિવસો રહ્યા બાદ, જસપાલ રાણાએ ગુરુવારે 49 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. રાણાએ ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે સેવા આપી હતી.

Continues below advertisement

જસપાલ રાણાના અવસાનથી ભારતીય રમત જગત પર શોકની લાગણી  જોવા મળી રહી  છે. તેમનું અવસાન શૂટિંગ રમત માટે પણ એક ફટકો છે, કારણ કે જસપાલે તેમના જીવનના છેલ્લા ત્રણ દાયકા એક ખેલાડી અને કોચ તરીકે રમતને સમર્પિત કર્યા હતા.

આ પણ વાંચો: Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, મચી હડકંપ

 તેમણે 1990 ના દાયકામાં શૂટિંગ રમતમાં ઓળખ મેળવી હતી. તેઓ ચાર વખત એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા હતા અને નવ કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. તેમણે એક વખત એશિયન ચેમ્પિયનશિપ જીતી હતી અને 1994 માં 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યા હતા.