નવી દિલ્હીઃ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સીરીઝ શરૂ થાય તે પહેલા એક પ્રેસ કૉન્ફરન્સમાં બહુજ આશ્ચર્યજનક ઘટના ઘટી છે. ખરેખરમાં વાત એમ છે કે, પાકિસ્તાની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે સીરીઝ રમવાની છે, પરંતુ પાકિસ્તાની પત્રકારો પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશે સવાલો પુછવા લાગ્યા હતા, વાત બીજે ક્યાંય પહોંચી ગઇ હતી.
પાકિસ્તાની કેપ્ટને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા, ત્યારે આ બધાની વચ્ચે પત્રકારોએ તેને વિરાટ કોહલી સાથે જોડાયેલી ટી20 વર્લ્ડકપની અને વિરાટને કેપ્ટનશીપમાંથી હટાવવાની વાતને લઇને પણ સવાલો કરવા લાગ્યા હતા.
પત્રકારોના સવાલોથી અકળાયેલા પાક ટીમ મીડિયા મેનેજરે પત્રકારને કહ્યું કે આ પીસીબીની પ્રેસ કોન્ફરન્સ છે અને તેમાં આવા સવાલોને કોઈ સ્થાન નથી. જો વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તેમને પુછો. તેમ છતાં જ્યારે પત્રકારે જવાબ આપવા માટે વિનંતી કરી, ત્યારે બાબરે કેપ્ટનશીપના મુદ્દા પર કંઈ કહ્યું નહીં, પરંતુ જે બન્યું તે વિશે એટલું કહ્યું કે અમે જે વાતચીત કરી તે હું બધાની સામે કહી શકતો નથી.
આ પણ વાંચો