Video: પૉર્ટુગલૉના સ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરબના અલ નાસેર ફૂટબૉલ ક્લબ સાથે જોડયા બાદ ચર્ચામાં છે. ખરેખરમાં, ચર્ચાનું કારણ છે તેની સાઉદી અરબમાં લાઇફસ્ટાઇલ. સાઉદી અરબમાં રોનાલ્ડો પોતાની ગર્લફ્રેન્ડ જૉર્જિના રોડ્રિગેજ અને બાશકોની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. જેની તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. 


હમણાં જ રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જૉર્જિના રોડ્રિગેજે પોતાના બાળકોનો એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર લિયૉનેલ મેસ્સીની પત્ની એન્ટોનેલા રોક્કુજો પણ પ્રતિક્રિયા આપવામાં ખુદને નથી રોકી શકી. જૉર્જીના રોડ્રિગેજ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે રોનાલ્ડોની છ વર્ષીય દીકરી બેલા એકદમ સુંદર રીતે હંસી રહી છે. વળી, રોનાલ્ડોનો 5 વર્ષીય દીકરો મેટો બાથ ટબમાં નહાઇ રહ્યો છે. 


વાયરલ થયેલા આ વીડિયોમાં રોનાલ્ડોના બાળકો ક્યૂટ લાગી રહ્યાં છે. આ વીડિયો પર પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ ખુદ રિએક્ટ કર્યુ છે. તેને પોતાની ગર્લફ્રેન્ડ દ્વારા પૉસ્ટ કરવામાં આવેલા વીડિયો પર દિલીની ઇમૉજી પૉસ્ટ કરી છે. આની સાથે જ આર્જેન્ટિના સ્ટાર લિયૉનેલ મેસ્સીની પત્ની એન્ટોનેલા રોક્કુજોએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેને પણ વીડિયો પર લવ રિએક્ટ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ખુદ એન્ટોનેલા રોક્કુજો ત્રણ બાળકોની માં છે. 






ઉલ્લેખનીય છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જૉર્જિના રોડ્રિગેજ લિવ ઇન પાર્ટનર છે, બન્નેના લગ્ન નથી થયા. આમ છતાં સાઉદી અરબમાં બન્ને સાથે લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવી રહ્યાં છે. જે ચર્ચાનો વિષય બનેલો છે. એવુ એટલા માટે કેમ કે સાઉદી અરબના કાયદા અંતર્ગત અવિવાહિત જોડા ત્યાં એકસાથે નથી રહી શકતા.