આ ભારતીય ક્રિકેટરની અંગ્રેજી સાંભળીને પ્રેઝેન્ટરે કહ્યું- ‘યોર ઇંગ્લિશ બહુત અચ્છા’, જુઓ VIDEO
abpasmita.in | 29 Jan 2019 08:10 AM (IST)
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને હાર આપી છે. શાનદાર પ્રદર્શન કરતાં મેજબાન ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાંચ વનેડીની સીરીઝમાં ભારતે 3-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતા. જોકે મેચ બાદ મોહમ્મદ શમીએ તેમની અંગ્રેજીથી કિવી કૉમેન્ટેટરને ફેન બનાવી લીધા. તેમને બતાવી દઈએ કે ન્યુઝીલેન્ડના એક કૉમેન્ટેટર શમીની પ્રશંસા કરતા હિન્દીમાં કહ્યું કે,‘આપકી અંગ્રેજી બહુત અચ્છી હૈ, બધાઈ હો.’ જોકે આ પહેલા શમીએ કૉમેન્ટેટરના સવાલોનો જવાબ હિન્દીમાં આપ્યો હતો. એટલું જ નહીં વિરાટ કોહલી તેમની મદદ માટે આગળ આવી સવાલોનું હિન્દીમાં અનુવાદ કર્યું હતું. પરંતુ આ વખતે શમીએ અંગ્રેજીમાં સવાલોનો જવાબ આપ્યો. જુઓ વીડિયો.... શમીએ ‘મેન ઓફ ધ મેચ’ બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,‘હવાની વિરુદ્ધ બોલિંગ કરવી ખૂબજ મુશ્કેલ હતું. બીજી તરફથી બોલિંગ કરી રહેલા ભુવનેશ્વર કુમારથી પણ સારી મદદ મળી અને યોગ્ય ક્ષેત્રમાં સટીક બોલિંગ કરવામાં સફળતા મળી.’