બેંગ્લુંરુઃ આઇપીએલમાં સતત ખરાબ પ્રદર્શનને લઇને વિરાટ કોહલીની ટીમ આરસીબી હંમેશા દરેકની નજરે ચઢી, હવે આ મામલે ફ્રેન્ચાઇઝી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર ટીના પૂર્વ માલિક વિજય માલ્યાએ પણ વિરાટ પર નિશાન સાધ્યુ છે. માલ્યાએ મજાક ઉડાવીને કોહલીને કાગળનો વાઘ ગણાવ્યો છે.


વિજય માલ્યાએ ટ્વીટ કરીને આરસીબી અને વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી. માલ્યાએ ટ્વીટ કરીને લખ્યુ કે, "આ ટીમની પાસે સારી લાઇનઅપ હતી પણ આ માત્ર કાગળ પર જ દેખાઇ."


ઉલ્લેખનીય છે કે, આરસીબી પાસે ક્રિકેટ જગતના ટૉપના ખેલાડીઓની ભરમાર હતી, જેમાં વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, માર્કસ સ્ટૉઇનિસ અને શિમરૉન હેટમેયર અને ટિમ સાઉથી સામેલ હતા. આ બધા ખેલાડીઓની સાથે મેદાનમાં ઉતરતી બેંગ્લૉરની ટીમે હંમેશા નિરાશાજનક પ્રદર્શન કર્યુ હતું.



નોંધનીય છે કે, આઇપીએલની 12 સિઝનમાં આરસીબીને શરૂઆતની છ મેચોમાં હારનનો સામનો કરવો પડ્યો હતો, જોકે, બાદમાં પાંચ મેચો જીતી હતી.