ચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગત
બોક્સર વિજેંદર સિંહ પિતા બની ગયો છે. તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ વાતની જાણકરી ખુદ વિજેંદર સંહે ટ્વિટ કરીને આપી હતી. 2013માં વિજેંદરની પત્નીએ પુત્ર અબીરને જન્મ આપ્યો હતો.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીની સીટ પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા બોક્સર વિજેંદર સિંહના ઘરે ચૂંટણી પરિણામ આવતા પહેલા જ ખુશખબરી આવી ગઈ છે. બોક્સર વિજેંદર સિંહ પિતા બની ગયો છે. તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ વાતની જાણકરી ખુદ વિજેંદર સંહે ટ્વિટ કરીને આપી હતી. 2013માં વિજેંદરની પત્નીએ પુત્ર અબીરને જન્મ આપ્યો હતો.
વિજેંદર સિંહ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને ખેડૂત પુત્ર છે તેથી જનતાના મુદ્દા પર ચૂંટણી લડશે તેમ કહ્યું હતું. સાઉથ દિલ્હી સીટ પર આ વખતે કાંટાની ટક્કર છે. દિલ્હીની સાત લોકસભા સીટ પર 12 મેના રોજ મતદાન થયું હતું. દિલ્હીમાં આ વખતે કુલ 60.52 ટકા વોટિંગ થયું, જ્યારે દક્ષિણ દિલ્હીમાં 58.68 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વિજેંદર સિંહે 2011માં અર્ચના સિંહ સાથે લગ્ન કર્યા હતા. અર્ચના વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. વિજેદંરનો જન્મ 29 ઓક્ટોર, 198ના રોજ હરિયાણાના ભિવાની જિલ્લામાં થયો હતો. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા મહિપાલ સિંહ બેનીવાલ હરિયાણા રોડવેઝમાં બસ ડ્રાઇવર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -