એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગટે કોની સાથે કરી સગાઈ, જાણો વિગત
થોડા દિવસો પહેલા વિનેશ અને જેવલિન થ્રોઅર નીરજની વચ્ચે કંઇ છે તેની ખબરો ચાલતી હતી. જે પછી વિનેશ અને નીરજે તેનું ખંડન કર્યું હતું. હવે તેમની આ પુષ્ટિને કારણે તમામ ખબરો અટકી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિનેશની આ જાહેરાતની પુષ્ટિ પણ કરી લેવામાં આવી છે. વિનેશના કાકા સજ્જન બલાલીએ આની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે, બાળકો પોતાના નિર્ણયો લેવામાં સક્ષમ છે.
તેણે પહેલવાન સોમવીર રાઠીની સાથે તસવીર શેર કરતા લખ્યું છે કે, આ મેં લીધેલા અત્યાર સુધીનો સારો નિર્ણય છે. મને તે વાતની ખુશી છે કે તે મારી આખી જીંદગી માટે પસંદગી કરી છે.
એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગટે પોતાના અંગત જીવનમાં પણ એક પગલું આગળ ભર્યું છે. 24 વર્ષની વિનેશે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈની જાહેરાત કરી છે.
સોમવીર પણ એક પહેલવાન જ છે અને સોનીપતનો રહેવાસી છે. તે આ સમયે રેલવેમાં ટીટીઈની નોકરી કરી રહ્યો છે અને રાજસ્થાનમાં પોસ્ટેડ છે. તેણે પહેલવાનીમાં નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિનેશ ફોગાટ પણ રેલવેમાં નોકરી કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -