પહેલી ઈનિંગમાં જ ઓસ્ટ્રેલિયાના બૉલરોને હંફાવી દેનારા મયંકની કારકિર્દી શેના કારણે બચી ગઈ?
નોંધનીય છે કે 27 વર્ષના મયંક અગ્રવાલે કર્ણાટકની રણજીમાં બેસ્ટ પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યુ છે. 15 વર્ષની ઉંમરે તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મોર્ડન ક્રિકેટ ક્લબમાં રમી હતી.
મયંક અગ્રવાલ કહ્યું કે, ક્રિકેટમાં મારી કારકિર્દી ખતમ થઇ જવાના આરે હતી પણ એક ટર્નિંગ પૉઇન્ટે મારી કેરિયરને બચાવી લીધી. તેને પોતાના પિતાનો એક કિસ્સો યાદ કરતાં કહ્યું કે. મને એકાગ્રતાની સમસ્યા હતી તેથી હું લાંબી ઈનિંગ્સ નહોતો રમી શકતો, બાદમાં મારા પિતા મને વિપશ્યના શીખવ્યું અને તેના કારણે મારી એકાગ્રતા વધી. તેના કારણે હું મોટી ઈનિંગ્સ રમતો થયો ને મારી કારકિર્દી બચી ગઈ.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઓપનિંગ જોડીથી પરેશાન ભારતીય ટીમને એક ખાસ ઓપનર બેટ્સમેન મળી ગયો છે, તે છે મયંક અગ્રવાલ. મયંક અગ્રવાલ કર્ણાટકનો પ્લેયર છે અને તેની ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ છે.
મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરતાની સાથે જ ધમાકેદાર ઇનિંગ રમી. મયંકે વિહારી સાથે પહેલી વિકેટ માટે 40 રનની તાબડતોડ પાર્ટનરશિપ કરી હતી. મયંકે ડેબ્યૂ મેચમાં જ શાનદાર 76 (161) રન 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે ફટકાર્યા હતા.