હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન પતી ગઈ પણ આઈપીએલ સાથે સંકળાયેલી એક વ્યક્તિની હજુ ચર્ચા ચાલી રહી છે. આ વ્યક્તિ 4 મે 2019નાં રોજ હૈદરાબાદ અને બેંગલોરની મેચ દરમિયાન ટીવી સ્ક્રીન પર જોવા મળેલી ‘મિસ્ટરી ગર્લ’ છે.
આ છોકરી અત્યારે ઈન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ થતી વ્યક્તિઓમાં એક છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિમમાં દેખાયેલી આ ‘મિસ્ટરી ગર્લ’ વિશે લોકો સોશિયલ મીડિયામાં ભારે સર્ચ થાય છે. આ છોકરી વિશે મીડિયામાં પણ ઘમી વાતો છપાઈ છે ત્યારે આ છોકરીએ પહેલી વાર પોતાની વાત કહી છે.
‘મિસ્ટરી ગર્લ’નું નામ દીપિકા ઘોષ છે. દીપિકાએ કહ્યું છે કે, મારા વિશે ઘણું લખાય છે પણ મારું નામ દીપિકા છે એ એક જ વાત મારા વિશે કહેવામાં આવી રહેલી વાતોમાં સત્ય છે. દીપિકા બેંગલોરની ટીમની ફેન છે અને અત્યારે તે પોતાના માતા પિતા સાથે છે. દીપિકાએ કહ્યું કે, આ મેચમાં એવું ખાસ શું હતું તેની મને ખબર નથી અને મારા વિશે લોકો કેમ ચર્ચા કરે છે તે સમજાતું નથી. મને તો એ પણ ખબર નથી કે મેચ દરમિયાન હું કેટલી વાર કેમેરામાં દેખાઈ. હું સેલિબ્રિટી નથી. બસ, એક સાધારણ છોકરી છું. મારે કોઈપણ પ્રકારની પૉપ્યુલારિટી નથી જોઇતી.