વિરાટ-કોહલીના ઇટાલીમાં થઇ શકે છે લગ્ન, જાણો ક્યારે યોજાશે લગ્ન

સૂત્રોના કહેવા પ્રમાણે, વિરાટ અને અનુષ્કાએ ભારત બહાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કેટલાક સમય અગાઉ વિરાટ કોહલીએ પર્સનલ કારણ જણાવી બીસીસીઆઇ પાસે લાંબા દિવસોની રજા માંગી હતી.
ઇટાલીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા લાંબા સમયથી રિલેશનશીપમાં છે. એક રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ડિસેમ્બર મહિનામાં જ ઇટાલીમાં લગ્ન કરી શકે છે. સૂત્રોના મતે 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર વચ્ચે ઇટાલીમાં વિરાટના લગ્ન યોજાઇ શકે છે.
વિરાટ અનુષ્કાના લગ્નમાં અનેક ક્રિકેટરો, બોલિવૂડ એક્ટર-એક્ટ્રેસિસ અને રાજકીય હસ્તીઓ સામેલ થઇ શકે છે. વિરાટના લગ્ન બંન્ને પરિવારોની મરજીથી થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે ટેસ્ટ સિરિઝમાં શ્રીલંકાને 1-0થી હાર આવી હતી.
વિરાટ અને અનુષ્કાના લગ્ન ઇટાલીમાં 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર વચ્ચે યોજાઇ શકે છે. જોકે, ઇટાલીમાં ક્યા શહેરમાં યોજાશે તેને લઇને કોઇ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના કહેવા પ્રમાણે, તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને સગાસંબંધીઓ અને મિત્રોની ટિકિટો બુક થઇ ગઇ છે.