વિરાટ કોહલી અને રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એકબીજાને કર્યા અનફોલો, જાણો વિગત
યુએઈમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપમાં ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેના બદલે રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનું સુકાની પદ સોંપવામાં આવ્યું છે. જ્યારે શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને મોકો નથી આપવામાં આવ્યો. પ્રથમ 3 ટેસ્ટમાં શિખર ધવન, મુરલી વિજય, કેએલ રાહુલના કંગાળ દેખાવ બાદ રોહિતને બાકીની 2 ટેસ્ટ માટે તક આપવામાં આવે તેમ લાગતું હતું. પરંતુ તેના બદલે યુવા બેટ્સમેન પૃથ્વી શોને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કેમ બંનેએ એકબીજાને અનફોલો કર્યા તેનું કોઈ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જે બાદ ફેન્સમાં બંનેની દોસ્તીમાં તિરાડ પડી હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ સોશિયલ મીડિયા ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં રોહિત શર્માએ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધી છે.
રોહિત-કોહલીએ એકબીજાને અનફોલો કર્યા બાદ ટ્વિટર પર બંનેના સમર્થકો વચ્ચે પણ જોરદાર લડાઈ જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -