નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને સાઉથ આફ્રિકા સામે બીજી ટી20 મેચ રમાઇ, ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરતાં મેચને જીતી લીધી. ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવા ઉતરેલી ભારતીય પુરા જુસ્સામાં હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ કેપ્ટન કોહલી આક્રમક મૂડમાં દેખાયો.

મેચ દરમિયાન એક ઘટના એવી બની, જ્યારે ફિલ્ડિંગમાં એક ખેલાડીએ કોહલીને થ્રૉ મોડો આપ્યો, અને રનઆઉટથી ચૂકી જતાં જ કોહલી ગુસ્સે થઇ ગયો અને બૉલ સીધો સ્ટમ્પ પર પછાડ્યો હતો.



આ ઘટનાનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોહલી આક્રમક મૂડમાં થ્રૉ પકડીને સ્ટમ્પ પર પછાડી રહ્યો છે.


નોંધનીય છે કે, ગઇકાલની મેચમાં કેપ્ટન વિરાટ કોહલીના દમ પર ટીમ ઇન્ડિયા જીત નોંધવી હતી. કોહલીએ આક્રમક બેટિંગ કરતાં 52 બૉલમાં 72 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.