વિશાખાપટનમ ટેસ્ટમાં તેણે 167 અને 81 રન બનાવ્યા જેના કારણે તે પ્રથમ વાર 800 અંક પ્રાપ્ત કરી ચોથા ક્રમે પહોંચ્યો છે. 800 અંક પ્રાપ્ત કરનારો તે 11 મો ભારતીય ખેલાડી બન્યો છે. કોહલીને વિશાખાપટનમ ટેસ્ટમાં 97 અંક પ્રાપ્ત થયા છે. બીજા સ્થાન પર રહેલા ઈંગ્લેડના ખેલાડી જો રૂટથી 22 અંક પાછળ છે. મોહાલી ટેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી તે રેકિંગમાં સુધાર લાવી શકે છે.
મધ્યક્રમનો ખેલાડી ચેતેશ્ર્વર પુજારા એક અંક પ્રાપ્ત કરી નવમાં ક્રમાંક પર પહોંચી ગયો છે. આઈસીસી ટેસ્ટ બોલીંગ રેકિંગમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શામી 21 સ્થાન પર પહોંચી ગયો છે, જ્યારે રવિંદ્ર જાડેજા છઠ્ઠા સ્થાન પર છે.