રાજકોટઃ 500 અને 1000 ની નોટ રદ્દ થતા રજકીય ગરમાવો આવી ગયો છે. વિરોધ પક્ષો સંસદથી સડક સુધી કેંદ્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ આમ જનતા હેરાન થઇ રહી છે. લોકો 500 અને 1000 ની ચલણી નોટો બદલવા માટે કલાકો સુધી લાંબી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે કેંદ્ર સરકારે પોતાના અધિકારીઓને આ મામલ સર્વે કરવા માટે ગુજરાતમાં મોકલ્યા છે. આ ધિકારીઓ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામડાઓની મુલાકાત લઇને લોકો પાસેથી તેમના મંતવ્ય માંગ્યા હતા. જેમા લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ઘણા લોકો મોદીના આ નિર્ણયથી ખુશ જણાતા હતા તો ઘણા ખૂબ જ નારાજ હતા. આ અધિકારીઓમાં આર.પી. પુપ્તાએ ખોખળધર ગામની મુલાકાત લઇને લોકો પાસેથી તેમના મંતવ્યો લીધા હતા. જેમા લોકોએ આ નિર્ણયથી ખુશ હોવાનું જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન સર્વે કરવા આવેલા અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારની બેંકોમાં ખેડૂતો અને અન્ય લોકોની મુલાકાત લઇને મુશ્કેલી જાણી હતી. તેમજ બેંકોની પરિસ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી. સર્વે ટીમ સાથે કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.