કોહલીએ સ્પોર્ટ્સ બ્રાંડ સાથે કર્યો 100 કરોડનો કોંટ્રાક્ટ, જાણો વર્ષે કેટલા કમાશે રૂપિયા

સચિન તેંડુલકર અને મહેંદ્રસિંહ ધોની આ પહેલા 100 કરોડ ક્લબમાં હતા. જેમાં સ્પોર્ટ્સ અને ટેલેન્ટ મેનેજમેંટ એજન્સીઓ દ્વારા તેમણે અલગ-અલગ બ્રાંડ્સ સાથે કોંટ્રાક્ટ કર્યા હતા. 24 વર્ષની ઈંટરનેશનલ કરિયરમાં તેંડુલકરે 50થી વધારે બ્રાંડ્સનું એંડોર્સમેંટ કર્યુ હતું. આ તમામની કુલ ફી 500 કરોડ જેટલી હોવાનું અનુમાન છે. આ બધામાં જાણીતી હતી 1995માં થયેલી 30 કરોડથી વધુની વર્લ્ડટેલની ડિલ. જેને 2001માં ડબલ કિંમતે રિન્યૂ કરવામાં આવી હતી,
કોહલી આ જર્મન કંપની સાથે સિગ્નેચર સ્પોર્ટ્સ લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ લૉંચ કરશે. જેનો ખાસ લોગો હશે. આ ડિલથી વર્ષે વિરાટને 12થી 14 કરોડની ફિક્સ આવક થઈ શકે છે.
વિરાટે સ્પોર્ટ્સ લાઈફસ્ટાઈલ બ્રાંડ પુમા સાથે આઠ વર્ષ માટે 110 કરોડ રૂપિયાનો કોંટ્રાક્ટ કર્યો છે. કોહલી ઉપરાંત પુમા માટે યુસેન બોલ્ટ, ફુટબોલર થિયોરી હેનરી અને ઓલીવર જીરૂ જેવા ગ્લોબલ એમ્બેસેડર આ યાદીમાં છે.
બેંગલુરૂ: વિરાટ કોહલી પહેલો એવો ક્રિકેટર છે જેણે માત્ર એક બ્રાંડ સાથે 100 કરોડની એંડોર્સમેંટ ડિલ સાઈન કરી છે.
એક રીતે જોતા 28 વર્ષીય કોહલીની બાકીની ભારતીય ક્રિકેટ ટીમની કરિયર આ આઠ વર્ષના કોંટ્રાક્ટમાં કવર થઈ રહી છે. આ કોંટ્રાક્ટ અંતર્ગત બ્રાંડના બિઝનેસના આધારે ફિક્સ પેમેંટ અને રોયલ્ટી આપવામાં આવશે.