✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોહલી બન્યો વર્ષનો સૌથી મોટો ખેલાડી, ICCના ચાર એવોર્ડ પોતાના નામે કર્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2018 12:39 PM (IST)
કોહલી બન્યો વર્ષનો સૌથી મોટો ખેલાડી, ICCના ચાર એવોર્ડ પોતાના નામે કર્યા
1

ભારતના યજુવેન્દ્ર ચહલને ઇગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન (25 રન આપીને 6 વિકેટ) માટે ટી-20 બેસ્ટ પર્ફોર્મન્સ ઓફ ધ ઇયર સિલેક્ટ કરવામાં આવ્યો, વળી ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ઇયર પસંદ કરવામાં આવ્યો છે. ભારતમાં સદીની સાથે સ્મિથને આખા વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું.

2

ત્રણેય ફોર્મેટમાં વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા કોહલીને ક્રિકેટર ઓફ ધ ઇયરની સાથે વન ડે ક્રિકેટ ઓફ ધ ઇયર પણ પસંદ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં આઇસીસીએ ટેસ્ટ અને વનડેની કમાન પણ કોહલીને જ સોંપી છે, એટલે કે બેસ્ટ કેપ્ટન તરીકે પણ ગણાયો છે.

3

પહેલીવાર ગેરી સોબર્સ એવોર્ડ મેળવનારા કોહલીએ વન ડેમાં કુલ 26 મેચો રમી, જેમાં 76.84ની અવરેજથી 1460 રન બનાવ્યા. આ દરમિયાન તેને 6 શતક અને 7 અર્ધશતક પણ લગાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 100ની નજીક રહી. કોહલી 32 સદીની સાથે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેન્દુલકર (49) પછી બીજા નંબરની પૉઝિશન પર છે.

4

વળી, ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ કુલ 10 મેચ રમી, જેમાં તેને 75.64ની એવરેજથી 1059 રન બનાવ્યા, કોહલીએ આ વર્ષે 3 ડબલ સેન્ચૂરીની સાથે કુલ 5 સદી ફટકારી છે.

5

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વર્ષનો સૌથી મોટો ખેલાડી બની ગયો છે. કોહલીને આઇસીસી તરફથી વર્ષ 2017નો ક્રિકેટર ઓફ ધ ઇયર ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે, ભલે વર્ષ 2018ની શરૂઆત કોહલી માટે ખરાબ રહી હોય પણ 2017માં આઇસીસીના ચાર એવોર્ડ તેને પોતાના નામે કર્યા છે.

6

ટી-20માં કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું, તેને ગયા વર્ષે 10 મેચોમાં 152ની શાનદાર સ્ટ્રાઇક રેટની સાથે 299 રન બનાવ્યા, જેમાં 82ના હાઇએસ્ટ સ્કૉરની સાથે કુલ બે અર્ધશતક લગાવ્યા છે.

7

આઇસીસીએ કોહલીને ICC Cricketer of the Year, ICC ODI Cricketer of the Year અને Captain of both ICC Test & ODI Teamsના ચાર એવોર્ડથી નવાજ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કોહલી બન્યો વર્ષનો સૌથી મોટો ખેલાડી, ICCના ચાર એવોર્ડ પોતાના નામે કર્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.