CA ફાઈનલ રિઝલ્ટ થયું જાહેર, ટોપ-50માં અમદાવાદના 3 સ્ટુડન્ટ
જ્યારે કોમન પ્રોફિસિયન્સી ટેસ્ટ (CPT)નું નેશનલનું પરિણામ 38.02 ટકા જાહેર થયું છે. દેશમાં કુલ 50,584 વિદ્યાર્થીએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 23,034 પાસ થયા છે. સીપીટી ટોપર્સમાં દેવાશ શાંહે 200માંથી 193, ભવ્યા પટેલે 200માંથી 189, સલોની મનોજભાઈ ગુલેચાએ 200માંથી 188, નિમિષા પટેલે 200માંથી 186 માર્ક અને ભૌતિક ઝાંખલિયાએ 200માંથી 186 માર્ક મેળવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ આઈસીએઆઈ દ્વારા સીએ ફાઈનલનું અને સીપીટી પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું. જેમાં સીએ ફાઈનલનું સમગ્ર દેશનું પરિણામ 22.76 ટકા આવ્યું છે. અમદાવાદના ત્રણ વિદ્યાર્થી દેશના ટોપ 50 રેન્કમાં આવ્યા છે અને જેમાં બે વિદ્યાર્થિનીઓ છે.
અમદાવાદમાંથી ટોપ ત્રણ વિદ્યાર્થીમાં પ્રથમ ક્રમે પ્રાપ્તિ પંચોલી આવી છે. પ્રાપ્તિએ ઓલ ઈન્ડિયામાં 13મો રેન્ક મેળવ્યો છે. બીજા નંબરે કિશન મેર આવ્યો છે અને જેણે દેશમાં 29મો નંબર મેળવ્યો છે. ત્રીજા નંબરે આવેલી કલ્યાણી મહેતાએ 31મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે.
અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 28.33 ટકા રહ્યુ છે. અમદાવાદ સેન્ટરમાંથી નવેમ્બર 2017ની ફાઈનલ પરીક્ષામાં બંને ગ્રુપમાં 1020 વિદ્યાર્થી બેઠા હતા. જેમાંથી 289 વિદ્યાર્થી પાસ થતા એકંદરે 28.33 ટકા પરિણામ આવ્યુ છે. ગ્રુપ-1માં 1105માંથી 218 પાસ થતા 19.73 ટકા, ગ્રુપ-2માં 1323 વિદ્યાર્થીમાંથી 185 પાસ થતા 13.98 ટકા પરિણામ આવ્યુ છે. ગત મેના પરિણામની સરખામણીએ અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 1.45 ટકા જેટલુ વધ્યુ છે.અમદાવાદ ચેપ્ટરનું ગત મે-2017નું પરિણામ 26.88 ટકા હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -