વિરાટ બન્યો ક્રિકેટનો કિંગ, આઇસીસીએ ટેસ્ટ અને વનડે ટીમનો બનાવ્યો કેપ્ટન, આ ભારતીય ખેલાડીઓ પણ થયા સામેલ
નવી દિલ્હીઃ પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં તહેલકો મચાવનારો ઇન્ડિયન બેટ્સમેન અને કેપ્ટન કોહલીને આઇસીસીએ ખાસ એવોર્ડ આપીને સન્માનિત કર્યો છે. કોહલીને આ વર્ષની ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલી ઉપરાંત આઇસીસીની ટેસ્ટ ટીમમાં વધુ બે ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
ઉપરાંત આઇસીસી વનડે ટીમમાં પણ ભારતના ચાર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. કેપ્ટન વિરાટની સાથે રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને વનડેના સભ્ય બનાવાયા છે.
કેપ્ટન કોહલીની સાથે ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન રીષભ પંત અને ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને પણ આઇસીસી ટેસ્ટ ટીમના સભ્ય બનાવવામાં આવ્યા છે.
આઇસીસી વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, જોની બેયરેર્સ્ટો, જો રૂટ, બેન સ્ટૉક્સ, રૉસ ટેલર, કુલદીપ યાદવ, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, મુસ્તફિઝૂર રહેમાન.
આઇસીસી ટેસ્ટ ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), ટૉમ લેથમ, કેન વિલિયમ્સન, દિમુથ કરુણારત્ને, હેનરી નિકોલસ, રીષભ પંત, જેસન હૉલ્ડર, કગિસો રબાડા, નાથન લિયોન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ અબ્બાસ.