કોહલી ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક છે. કોહલીએ 86 ટેસ્ટમાં 53.62ની સરેરાશથી 7240 રન, 248 વન ડેમાં 59.33ની સરેરાશથી 11,867 રન અને 82 ટી-20 મેચમાં 50.80ની સરેરાસથી 2794 રન બનાવ્યા છે.
કોહલી ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનારો ખેલાડી છે. આ સિવાય કેપ્ટન તરીકે પણ સૌથી વધુ બેવડી સદી મારવાનો રેકોર્ડ તેના નામ પર છે. કેપ્ટન તરીકે તેણે 6 બેવડી સદી લગાવી છે.
ટેસ્ટ ક્રિકેટમાં કોહલી સતત ચાર સીરિઝમાં ચાર બેવડી સદી મારાનારો એક માત્ર ક્રિકેટર છે. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8000, 9000, 10000 અને 11000 રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલો છે. આ ઉપરાંત અનેક રેકોર્ડ તેના નામે બોલે છે.
વિરાટ કોહલી તેની ફિટનેસને લઈ સજાગ રહે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન કોહલીએ જણાવ્યું કે, તે કોલેજના દિવસોથી દિલ્હીના છોલે ભટૂરેનો શોખીન છે. દિલ્હીની તિલક નગરની એક દુકાનમાં તે છોલે ભટૂરે ખાવા જતો હતો.
US Elections Results: જાણો કેટલા રાજ્યના હજુ પરિણામ નથી થયા જાહેર, ટ્રમ્પ અને બાઈડેન ક્યાં ક્યાં જીત્યા
બોલીવુડના આ એકટરે બર્થ ડે પર નગ્ન થઈ બીચ પર લગાવી દોડ, ખુદ પત્નીએ જ ક્લિક કર્યો ફોટો