નેવાડા જીતતા જ બાઈડેન બહુમતના 270ના આંકડા પર પહોંચી જશે. બાઈડેનને 264, ટ્રંપને 214 મત મળ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતગણતરી હજુ ચાલી રહી છે ત્યારે હજુ સુધી તો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડનમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી નથી મળી.
ફ્લોરિડા અને લોવામાં લીડ મેળવનાર ટ્રમ્પને બાઈડન ત્રણ સ્ટેટ્સ વિસ્કોન્સિન, મિશિગન અને પેનસિલ્વેનિયામાં જોરદાર ટક્કર આપી રહ્યાં છે. આ રાજ્યોના પરિણામ જ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. જેમાં બાઈડન વિસ્કોન્સિનમાં જીતી ગયા છે. વાસ્તવમાં, બાઈડેન હવે ટ્રમ્પ અને બહુમતીની વચ્ચે ઊભા રહી ગયા છે. તો બાઈડેન સૌથી વધુ વોટ મેળવનાર ઉમેદવાર બન્યા છે.
બાઈડેનને 7 કરોડથી વધારે વોટ મળ્યા છે. બાઈડેને ઓબામાના 6 કરોડ 94 લાખના વોટનો રેકોર્ડ તોડ્યો છે. તો ચૂંટણી પરિણામો વચ્ચે અમેરિકામાં હિંસાની આશંકા યથાવત છે. રાષ્ટ્રપતિ ચૂંટણીની પરિણામો આવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મતોની ગણતરી અટકાવવા માટે મિશિગનમાં કેસ દાખલ કરાયો છે. ટ્રમ્પ સતત મતોની ગણતરીમાં ગરબડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. કાઉન્ટિંગ દરમિયાન જ તેમણે ટ્વીટ કરીને ન્સિલ્વેનિયામાં પાંચ લાખ વોટ ગાયબ હોવાનો દાવો કર્યો હતો.